×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માર્ચ મહિનામાં રેકોર્ડ 1 લાખ 23 હજાર કરોડનું GST કલેક્સન, જાણો કઇ રીતે વધી સરકારની આવક

નવી દિલ્હી, 1 એપ્રિલ 2021 ગુરૂવાર

GST કલેક્શનના મામલામાં માર્ચ મહિનામાં રેકોર્ડ સર્જાયો છે. માર્ચમાં અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન 1 લાખ 23000 કરોડનું રહ્યું. આ મંદીમાંથી બહાર આવી રહેલા ભારતીય અર્થતંત્ર માટે વધુ એક સારા સમાચાર છે. GST સંગ્રહ સતત છઠ્ઠા મહિને 1 લાખ કરોડ રૂપિયાનાં આંકને વટાવી ગયું છે અને રોગચાળા પછી સતત ચોથી વખત 1.1 લાખ કરોડ રૂપિયાના આંકને પાર કરી ગયો છે, જે અર્થતંત્રમાં સુધારાનાં સંકેત દર્શાવે છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, માર્ચ 2021 દરમિયાન GSTની આવક GSTની રજૂઆત પછીની સૌથી વધુ છે. છેલ્લા પાંચ મહિનામાં GST આવક સંગ્રહના વલણ સાથે સુસંગત, માર્ચ 2021માં આવકનો સંગ્રહ પાછલા વર્ષના સમાન ગાળામાં 27 ટકા વધુ છે.

મંત્રાલયે કહ્યું કે GST, આવકવેરા અને કસ્ટમ આઇટી સિસ્ટમ્સ સહિતના બહુપક્ષીય સ્રોતો દ્વારા મળનારા ડેટાનો ઉપયોગ કરીને નકલી-બિલિંગ વિરૂધ્ધ સુક્ષ્મ નજર રાખવામાં આવી રહી છે, જેણે ટેક્સ કલેક્સનમાં ફાળો આપ્યો. માર્ચ 2021 માં GSTની કુલ આવક રૂ. 1,23,902 કરોડ હતી, જેમાં સેન્ટ્રલ GSTનો રૂ.22,973 કરોડ, રાજ્યના GSTનો 29,329 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ GSTનો 62,842 કરોડ રૂપિયા (માલની આયાત પર જમાં 31,097 કરોડ રૂપિયા સહિત), અને સેસના 8,757 કરોડ રૂપિયા (માલની આયાત પર જમા કરાયેલા 935 કરોડ રૂપિયા સહિત) નો સમાવેશ થાય છે. 

ગુરૂવારે નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે કડકાઇ પુર્વકની નજર રાખવાનાં કારણે માર્ચ, 2021 માં 1,23,902 કરોડ રૂપિયાનું રેકોર્ડ GST કલેક્સન થયું છે. મંત્રાલયે કહ્યું છે કે જ્યારથી દેશમાં GST અમલમાં આવ્યું છે, ત્યાર બાદથી, સૌથી વધુ GST કલેક્સન માર્ચ, 2021 માં થયું છે.