×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માર્ચમાં મોંઘવારી દર 6.95%, 16 મહિનાની ટોચે

12મી એપ્રિલ, 2022 મંગળવાર

અમદાવાદ : ભારતમાં રો-મટીરિયલની પડતર વધ્યા બાદ હવે પેટ્રોલ-ડિઝલના ભાવ અડધો જ મહિનો વધતા સમગ્ર દેશમાં ચોતરફ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ(CPI) 6.95% પર 16 મહિનાની ટોચે પહોંચ્યો છે. ગ્રાહક ભાવાંક ગત મહિને 6.35% આસપાસ રહેવાની ધારણા હતી.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને પગલે ગ્રાહક સ્તરનો ફુગાવો 17 માહિનાની ટોચે પહોંચ્યો હતો. ફેબ્રુઆરી માસમાં મોંઘવારી દર 6.07% અને જાન્યુઆરીમાં 6.01% હતો.

દેશમાં ખાદ્ય મોંઘવારી દર ફેબ્રુઆરી માસના 5.85%ની સામે 7.68%એ પહોંચ્યો છે.

દેશના ફુગાવા કરતા વધુ ફુગાવો ધરાવતા રાજ્યોની યાદી :

રાજ્ય

CPI

 

 

આસામ

૮.૧૯

બિહાર

૭.૫૬

ગુજરાત

૭.૧૭

હરિયાણા

૭.૪૩

ઝારખંડ

૭.૪૨

મધ્ય પ્રદેશ

૭.૮૯

મહારષ્ટ્ર

૭.૬૨

રાજદ્થાન

૭.૬૧

તેલાંગાના

૭.૬૬

ઉત્તર પ્રદેશ

૮.૧૯

બંગાળ

૮.૮૫

જમ્મુ કાશ્મીર

૭.૧૯