×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘માતા-પિતાની સોગંધ… અમિત શાહે CM પદ માટે મને અઢી વર્ષ આપવાનું કહ્યું હતું પણ…’, ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

મુંબઈ, તા.09 જુલાઈ-2023, રવિવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે અમિત શાહ અને ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આજે યવતમાલમાં એક પ્રેસકોન્ફરન્સ યોજી કહ્યું કે, મેં શિવાજી પાર્કમાં મારા માતા-પિતાની સોગંધ ખાઈને કહ્યું હતું કે, મારી અમિત શાહ સાથે વાત થઈ હતી કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે શિવસેનાને અઢી વર્ષ મળશે... જો ભાજપે પોતાનું વચન પુરુ પાડ્યું હોત તો આજે ભાજપના નેતાઓની જે હાલત છે, તે ન હોત... તેમણે વધુમાં કહ્યું કે, મેં મિત્રતા માટે 2019માં ગઠબંધન કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્ર અમારું છે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તમામને મુખ્યમંત્રી બનવું છે, પરંતુ ખેડૂતો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનું શું ? મને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે રાત્રે જે બેઠક યોજાઈ હતી, તે બેઠક જો ખેડૂતોની ભલાઈ માટે કરી હતો તો વધુ સારુ થાત... ભાજપા જોડ-તોડનું રાજકારણ રમી રહી છે. મહારાષ્ટ્ર અમારું છે.

અગાઉ પક્ષોને તોડવામાં આવતા... આજે ખદેડવામાં આવે છે : ઉદ્ધવ

તેમણે વધુમાં જણાવ્યું કે, તેમણે પોહરાદેવીના દર્શન કરવાના હતા... અહીં એક જાહેરસભા પણ યોજાવાની હતી, પરંતુ ગરમીના કારણે તે થઈ ન શક્યું... અગાઉ રાજકારણમાં પક્ષોને તોડવામાં આવતા હતા... આજે પક્ષોને ખદેડી દેવામાં આવી રહ્યા છે.... સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા છે, તેના વિરુદ્ધ જઈ લોકસભા અધ્યક્ષ કંઈ કરશે એવું લાગતું નથી... ભાજપ પર નિશાન સાધી ઉદ્ધવએ કહ્યું કે, ભાજપે બીજા લોકો પર બોલતા પહેલા પોતાનામાં જોવું જોઈએ...

ભુજબલના કારણે બાલાસાહેબ ઠાકરેની ધરપકડ કરાઈ હતી

તેમણે વધુમાં જણાવ્યું કે, ભુજબલના કારણે બાલાસાહેબ ઠાકરેની ધરપકડ કરવામાં આવી હતી, આજે ભાજપ તેમની સાથે છે. મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડાયેલા એક પ્રશ્ન પર ઠાકરેએ કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી નથી, તેથી મંત્રીમંડળના વિસ્તરણ અંગે વાત કરી શકતા નથી.