×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માણિક શાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, સમારોહમાં હાજર રહ્યા પીએમ મોદી અને અમિત શાહ

Image: Twitter



તાજેતરમાં યોજાયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે માણિક શાહાને ત્રિપુરાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. માણિક શાહાની મુખ્યમંત્રી તરીકે આ બીજી ટર્મ મળી છે. સોમવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં માણિક શાહાના નામ પર સહમતિ થઈ હતી. આ શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રહ્યા હાજર 

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. સાહા સોમવારે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. શપથવિધિનો કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાયો હતો. અમિત શાહ અને નડ્ડા ગઈકાલે જ અગરતલા પહોંચી ગયા હતા. મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર માણિક સાહાએ તેમનું સ્વાગત કર્યું હતું.

2018 પહેલા ત્રિપુરામાં બીજેપીને એક પણ સીટ જીતી શકી ન હતી

તે છેલ્લી ચૂંટણીમાં આઈપીએફટી સાથે ગઠબંધન કરીને સત્તામાં આવી હતી અને ડાબેરી મોરચાને બહાર કરી દીધી હતી, જે 1978 થી 35 વર્ષથી સરહદી રાજ્યમાં સત્તામાં હતી. ભાજપે 55 સીટો પર અને તેના સહયોગી આઈપીએફટીએ છ સીટો પર ચૂંટણી લડી હતી. પરંતુ બંને સહયોગીઓએ ગોમતી જિલ્લાના એમ્પીનગર મતવિસ્તારમાં તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.