×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહિલા રેસલર્સની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, કેસમાં વધુ સુનાવણી શુક્રવારે


દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા રેસલર્સનાં ધરણાં પરનો આજે ત્રીજા દિવસે ચાલે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 7 મહિલા કુસ્તીબાજની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. કોર્ટે કહ્યું હતું કે, કુસ્તીબાજોએ અરજીમાં જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. જેને ધ્યાને લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે શુક્રવારે આગળ સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે FIR ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી 

CJI DY ચંદ્રચૂડે પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.  7 મહિલા કુસ્તીબાજઓએ  સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુધ સોમવારે FIR નોંધવા માટે અરજી કરી હતી.

કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂતો જોડાયા 

સોનીપતના ખેડૂતોનું એક જૂથ પણ આ વિરોધમાં કુસ્તીબાજોના સમર્થન માટે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યું છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, જ્યાં સુધી WFI ચીફ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીથી પાછા નહીં ફરે. તેમણે કહ્યું કે, લાખો ખેડૂતો જંતર-મંતર પર ધામા નાખશે.