×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહિલાઓને સરકારમાં સામેલ કરીશું, ટીવી ચેનલ પર મહિલાઓ ન્યૂઝ વાંચી શકે છેઃ તાલિબાન

નવી દિલ્હી,તા.17 ઓગસ્ટ 2021,મંગળવાર

અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાને પોતાની સરકારનો એજન્ડા નક્કી કરવા માંડ્યો છે. તાલિબાનના એક મોટા અધિકારીએ જાહેરાત કર્યુ છે કે, તમામ નાગરિકોને તાલિબાન માફી આપશે. સાથે સાથે મહિલાઓને પણ સરકારમાં સામેલ થવા માટે અપીલ કરી છે.

ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે તાલિબાને રચેલી નવી સરકારના કલ્ચરલ કમિશનના એક પ્રવક્તાએ ટીવી ચેનલ પર એલાન કરતા કહ્યુ છે કે, સરકારમાં મહિલાઓને સામેલ કરવામાં આવશે અને સાથે સાથે મહિલાઓ હિંસાનો શિકાર બને તેવુ તાલિબાન ઈચ્છતુ નથી.

જોકે અફઘાનિસ્તાનમાં નવી સરકાર કેવી રીતે રચાશે તેના પર તાલિબાને હજી કોઈ સ્પષ્ટતા કરી નથી. તાલિબાને જોકે એટલુ કહ્યુ છે કે, દેશનુ લીડરશિપ ઈસ્લામિક હશે અને તેમાં તમામ વર્ગને સામેલ કરવામાં આવશે.

તાલિબાનનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે આંતરરાષ્ટ્રિય સ્તરે પણ તાલિબાનના શાસનમાં મહિલાઓ અને બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચિંતાનુ કારણ એ પણ છે કે, જ્યાં જ્યાં મહિલાઓની તસવીરો લાગેલી છે ત્યાં કૂચડો મારવામાં આવી રહ્યો છે. કારણકે તાલિબાનના નિયમો પ્રમાણે મહિલાઓએ હિજાબ પહેરવો જરૂરી છે.

થોડા દિવસ પહેલા તાલિબાને પણ એવા સંકેત આપ્યા હતા કે, દેશમાં શરિયા કાનૂન લાગુ કરવામાં આવશે.

તાલિબાને સરકારી કર્મચારીઓને પણ કામ પર પાછા ફરવા માટે અપીલ કરી છે અને કહ્યુ છે કે, ટીવી ચેનલ પર મહિલા એન્કરો સમાચાર પ્રસારિત કરે તેની સામે પણ વાંધો નથી.