×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધો વધારે કડક કર્યા : માત્ર 2 કલાકના લગ્ન, જરુર વગર બહાર નિકળ્યા તો 10 હજારનો દંડ

મુંબઇ, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે રાજ્યની ઉદ્ધવ સરકારે આંશિક લોકડાઉન લાગુ કર્યુ હતું. આમ છતા કરોના કાબૂમાં ના આવતા હવે પ્રતિબંધોને વધારે કડક બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આવતી કાલે રાત્રે 8 વાગ્યાથી 1 મે સુધી લોકડાઉન રહેશે. આ આદેશ એક મે સુધી અમલમાં રહેશે. જો કે આ સંપૂર્ણ લોકડાઉન નથી, પરંતુ તેના જેવું જ છે. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે હવે સરકારી કચેરીઓ માત્ર 15 ટકા સ્ટાફ સાથે જ ચાલશે. પહેલા આ મર્યાદા 50 ટકાની હતી. જો કે કોરોના મેનેજમેન્ટ વાળી સંસ્થાઓને આમાંથી છૂટ આપવામાં આવી છે. સરકારી આદેશ પ્રમાણે લગ્ન સમારોહ હવે માત્ર બે કલાકમાં પુરા કરવા પડશે. ઉપરાંત લગ્ન સમારોહમાં હવે માત્ર 25 લોકોને જ મંજૂરી મળશે. આ નિયોમનું ઉલ્લંઘન કરનારને 50 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ સિવાય સરકારી બસ પોતાની ક્ષમતાના 50 ટકા મુસાફરો સાથે જ ચાલશે. બસમાં ઉભા રહીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત ખાનગી બસને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પહેલાથી પ્રશાસનને જાણ કરવાની રહેશે. સાથે જ ખાનગી બસની જવાબદારી રહેશે કે બીજી જિલ્લામાં જતા મુસાફરોના હાથમાં 14 દિવસ ક્વોરેન્ટિનના સ્ટેમ્પ મારે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જરુરી સેવા સાથે જોડાયેલા લોકોને બાદ કરતા અન્ય લોકોને અત્યંત જરુરી કામ જેમકે કોઇ બિમાર હોય અથવા તો કોઇનું મૃત્યુ તયું હોય તો જ બહાર નીકળવાની મંજૂરી મળશે. કારણ વગર બહાર નિકળતા લકોને 10 હજારનો દંડ કરવામાં આવશે. આ સિવાય લોકલ ટ્રેન માત્ર ઇમરજન્સી સેવાના કર્મચારીઓ માટે જ ચાલશે.