×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્ર: રાયગઢમાં ભૂસ્ખલનનો મૃતકાંક 27 થયો, મૃતદેહો કાઢી ન શકાતા દુર્ગંધ ફેલાઈ, હજુ 81 ગુમ

image : Twitter


મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈરશાલવાડી ગામમાં થયેલા ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 27ને આંબી ગઈ છે. NDRFના અધિકારીઓએ જણાવ્યું હતું કે  શોધખોળ અને બચાવ અભિયાન રવિવારે સવારે ફરીથી શરૂ કરાયું હતું. NDRFના એક અધિકારી અનુસાર ફરીવાર શરૂ કરાયેલા બચાવ અભિયાન બાદ અત્યાર સુધી કોઈ મૃતદેહ મળ્યો નથી. 

આ કારણે કલમ 144 લાગુ કરાઈ 

શનિવારે કાટમાળમાં ફસાયેલા વધુ 6 શબ મળી આવતાં મૃતકોની સંખ્યાન 27ને આંબી ગઈ હતી. બચાવ અભિયાનના અધિકારીઓએ કહ્યું કે હજુ પણ 81 લોકો ગુમ હોવાની આશંકા છે. અહેવાલ અનુસાર ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાંથી હવે શબની દુર્ગંધ આવી રહી છે. તેના લીધે ઈરશાલવાડી અને નાનીવલી ગામમાં કલમ 144 લાગુ કરાઈ છે. 

ગામની વસતી 229 લોકોની હતી 

રાહત અને પુનર્વાસ વિભાગના એક અધિકારીએ કહ્યું કે નવીનતમ આંકડા અનુસાર ગામની વસતી 229 હતી અને હાલમાં 98 લોકોને અસ્થાયી કેમ્પમાં સ્થાળાંતર કરાયા છે. અધિકારીએ કહ્યું કે હવે આ શોધખોળ અભિયાન પર સોમવારે નિર્ણય લેવાશે. ખરાબ હવામાનને લીધે પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.