×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં હલચલ! 4 દિવસમાં 3 વખત અજિત પવાર & કંપની શરદ પવારની 'સરપ્રાઈઝ' મુલાકાતે પહોંચી

image : IANS


મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ વારંવાર તેમની અને તેમની સાથે બળવો પોકારનારા એનસીપી નેતાઓ અને શરદ પવાર વચ્ચે ચાર દિવસમા ત્રીજી વખત મુલાકાત છે. 

કેમ થઈ મુલાકાત? 

માહિતી અનુસાર અજિત પવાર આશરે બે ડઝન જેટલાં ધારાસભ્યો સાથે શરદ પવાર સાથે મુલાકાત કરવા માટે વાય.બી.ચવાણ સેન્ટર પર પહોંચી ગયા હતા. તેમની સાથે બળવો પોકારનારા જૂથના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. જોકે આ મુલાકાત કેમ થઇ રહી છે તેનું કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. જોકે એવી ચર્ચા છે કે આ બેઠક બળવો પોકારનારા નેતાઓને એનસીપીમાંથી બરતરફ કરવા અને અયોગ્ય જાહેર કરવાની નોટિસ મામલે યોજાઈ હતી. 

પ્રફુલ્લ પટેલે બેઠક બાદ શું કહ્યું? 

બળવાખોર જૂથના એનસીપીના કાર્યકરી પ્રમુખ પ્રફુલ્લ પટેલે આ મામલે જણાવ્યું હતું કે અમારી આ બેઠક સફળ રહી હતી. શરદ પવારે અમારી તમામ વાતો શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી. અમે તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે તેમને આગ્રહ કર્યો હતો કે તેઓ નક્કી કરે કે કેવી રીતે એનસીપી એકજૂટ થઈ શકે છે. જોકે પવારે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમારા સૌના મનમાં શરદ પવાર માટે સન્માન છે. 

શરદ પવારે શું કહ્યું હતું? 

અગાઉ શરદ પવારે એનસીપીના યુવા કાર્યકરોને કહ્યું હતું કે મેં મારો માર્ગ અલગ કરવાનો નિર્ણય કરી લીધો છે. કેમ કે હું ભાજપને સમર્થન નહીં આપી શકું. અમે અમારી પ્રગતિશીલ રાજનીતિ ચાલુ રાખીશું.