×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં આઈટી રેડમાં 58 કરોડ સહિત 390 કોરડની બેનામી સંપત્તિ જપ્ત


જાલનામાં સ્ટીલ કંપનીઓને ત્યાં દરોડામાં રોકડના ડુંગર અને 32 કિલો સોના સહિતની બેનામી સંપત્તિઓ મળતાં આવકવેરા અધિકારીઓ પણ આશ્ચર્યમાં 

મહારાષ્ટ્રના જુદાં જુદાં શહેરોની આઈટી કચેરીઓના 400 અધિકારીઓ અને કાફલો 5 ટીમો બનાવીને જુદાં જુદાં સ્થળે ત્રાટક્યો

કોઈને ગંધ ના આવે એ માટે દરોડા ટીમોએ રાહુલ વેડ્સ અંજલિ અને દુલ્હન હમ લે જાયેંગેં લખેલાં સ્ટીકર્સ લગાડી લગ્નનાં વાહનો હોવાનો ડોળ ઊભો કર્યો 

મુંબઈ :  મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગની ટીમોએ સ્ટીલ કંપનીઓ, એક કો ઓપરેટિવ બેન્ક સાથે સંકળાયેલા પદાધિકારીઓ તથા અન્ય વ્યવસાયીઓને ત્યાં પાડેલા દરોડામાં ૩૯૦ કરોડની બિનહિસાબી સંપત્તિ મળતાં ખુદ આવકવેરાની ટીમો પણ ચોંકી ગઈ હતી. જાલના જેવાં પ્રમાણમાં નાના સેન્ટરમાં આટલી મોટી સંપત્તિ ઝડપાવાની તેમણે પણ ધારણા રાખી ન હતી. આવકવેરા ટીમને ૫૦-૫૦૦ રુપિયાની નોટોની થપ્પીઓ સ્વરુપે ૫૮ કરોડ તો રોકડા મળ્યા હતા. આ રોકડ ગણવા માટે નજીકની બેન્કમાં જઈ મર્યાદિત કાઉન્ટિંગ મશીનો સાથે ગણતરીમા ૧૩ કલાક લાગ્યા હતા. આ ઉપરાંત ૩૨ કિલો સોનું તથા અન્ય સંપત્તિઓની ભાળ મળી હતી. આ દરોડામાં રોકડના ડુંગરના ફોટા તથા વીડિયો વાયરલ થતાં દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. 

દરોડાની કોઈને ગંધ ના આવે એ માટે આવકવેરા  ટીમો 'રાહુલ વેડ્સ અંજલિ' તથા 'દુલ્હન હમ લેં જાયેંગે'ના સ્ટીકર લગાડેલી  કારમાં દરોડા માટે પહોંચી હતી. જોકે, સ્થાનિક વિસ્તારમાં ચોમાસાંમાં કોઈ લગ્ન થતાં નથી તેવા સમયે આટલી બધી કારો ઉતરી પડતાં લોકોને થોડી વહેમ તો ગયો હતો. દરોડાની કાર્યવાહી તા. ૧થી ૮ ઓગસ્ટ વચ્ચે હાથ ધરાઈ હતી. 

કેન્દ્ર અને રાજ્યના જીએસટી અધિકારીઓ  દ્વારા આપવામાં આવેલી  માહિતી બાદ  ઈન્કમ ટેક્સ વિભાગે  કાર્યવાહી   કરી હોવાનું  કહેવાય છે સ્ટીલ ફેકટરી અને ભંગારના  ડીલરોએ  જીએસટીની  બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા  હોવાની માહિતી જીએસટીના  ઓફિસરે  આવકવેરા વિભાગને આપી હતી. ત્યારબાદ આઈટી  ટીમે  જાલના અને ઔરંગાબાદમાં વિવિધ  સ્થળોએ દરોડા પાડ્યા હતા.

મુંબઈ ઉપરાંત પુણે, નાશિક, પુણે  તથા ઔરંગાબાદ સહિતના શહેરોની આઈટી કચેરીઓના ૪૦૦ જેટલા અધિકારીઓનો કાફલો પાંચ ટીમો બનાવીને ત્રાટક્યો હતો. ે ૨૬૦ અધ્કારી, કર્મચારી ૧૨૦ વાહનોના કાફલામાં    આવ્યા હતા.

બિઝનેસમેનના ઘર-ઓફિસ, ફેક્ટરીઓ, એક સહકારી બેન્ક તથા અન્ય સ્થળોએ છાપો મારવામાં આવ્યો હતો.બિઝનેસમેનના ઘર. ઓફિસ, કારખાનામાં  છાપા દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગને  શરૃઆતમાં  કંઈપણ મળ્યું નહોતું છેવટે તેમની ટીમ  શહેરની બહાર આઠથી દસ કિલોમીટર  દૂર આવેલા  ફાર્મ હાઉસમાં ગઈ હતી.  કબાટ, પલંગ નીચે, ગાદલામાં, થેલીમાં રોકડ રકમ  મળી હતી.  તેઓ ૫૦૦ રૃપિયાની નોટોના બંડલો જોઈને  આશ્ચર્યમાં પડી  ગયા  હતા. તેમને અંદાજે ૧૨ મશીનથી  રોકડ  રકમની ગણતરી કરવામાં ૧૩ કલાક લાગ્યા હતા.  આ કાર્યવાહી  વખતે  અમુક અધિકારી  થાકીને લોથપોથ થઈ જતાં બીમાર પડયા હતા. 

ે.  આઈટીની  ટીમને ૫૮ કરોડરૃપિયાની  રોકડ રકમ, ૧૬ કરોડ રૃપિયાના સોના-હીરાના  દાગીના,  મકાનો, ઓફિસ,  જમીનો,  ખેતરો, બંગલા, બેન્ત ડિપોઝીટ,  અન્ય વ્યવહારો સંબંધિત  દસ્તાવેજો  મળી  આવ્યા હતા  આમ આશરે  ૩૯૦ કરોડ રૃપિયાની   બિનહિસાબી   માલમતા  મળી હોવાનો  દાવો  કરવામાં  આવ્યો છે.   

કાઉન્ટિંગ મશીન નહીં હોવાથી બેન્કમાં કાર્યવાહી 

આવકવેરા ટીમો દરોડા પાડવા માટે પહોંચી ત્યારે તેમને આટલી મોટી સંખ્યામાં રોકડ મળી આવશે એવો કોઈ અંદાજ ન હતો. આથી તેમની પાસે નોટ ગણવાના મશીન પણ બહુ ઓછાં હતાં. જોકે, ૫૮ કરોડની રોકડ મળતાં અને ૫૦૦-૫૦૦ની નોટોની થપ્પીઓ જોતાં આવકવેરાની ટીમો પણ અવાચક થઈ ગઈ હતી. ભારે સલામતી સાથે આ નોટોના બંડલો નજીકની સ્ટેટ બેન્કમાં લઈ જવાયા હતા અને ત્યાં જ આખી રાત નોટો ગણવાની કામગીરી ચાલી હતી. 

જાલના મિનિ સ્ટીલ સિટીઃ  નાના-મોટાં ૩૬ કારખાનાં

જાલનામાં સળિયા બનાવતા   ૧૪ મોટા અને  ૨૨ નાના કારખાના  હોવાનું કહેવાય છે. કારખાનામાં  અંદાજે  ૨૦ હજાર  જણ કામ  કરે છે. જાલનાથી કરોડો  રૃપિયાનો  ઈન્કમટેક્સ  અને  જીએસટી ભરવામાં  આવે છે.  આ ઉપરાંત   સ્ટીલ કારખા દ્વારા દર મહિને   ૧૦૦થી ૧૫૦  કરોડ રૃપિયાનું   વીજબીલ ચૂકવવામાં આવે છે   કર્ણાટક, મધ્યપ્રદેશ,  તામિલનાડુ, આંધ્રપ્રદેશની માગણી મુજબ સ્ટીલ કંપની દ્વારા  દર મહિને  હજારો ટનનું  ઉત્પાદન   કરવામાં  આવે છે.

ગયાં વર્ષે પણ જાલનામાં દરોડો પડયો હતો

જાલનામાં ગત વર્ષે   સપ્ટેમ્બરમાં પણ  ઈન્કમ ટેક્સ  વિભાગે   મુખ્ય  ચાર  સ્ટીલની કંપની   પર છાપો  માર્યો  હતો આ કંપનીઓએ  સ્ટીલ ભંગાર અને  ઉત્પાદનની  નોંધમાં  ચેડાં કરીને  બનાવટી કંપનીના નામે  કરોડો રૃપિયાનો  વ્યવહાર   કર્યો હોવાનું  તપાસમાં  માલૂમ  પડયું  હતું. તે સમયે  આ કંપનીઓ  પર કાર્યવાહી  કરતા ઈન્કેમ ટેક્સ વિભાગે મુંબઈ, ઔરંગાબાદ,  પુણે,  કોલકાતામાં  ૩૨ સ્થળે  છાપો  માર્યો હતો.  આઈટી  ટીમે ૩૦૦ કરોડ રૃપિયાની  બિનહિસાબી  માલમતા  મળી હતી.

સરકારી કંપનીઓની સ્ટીલ સપ્લાયર

આઈટી અધિકારીઓએ ે એસઆરજે  પ્રીતી સ્ટીલ, કાલિકા સ્ટીલ, શ્રીરામ સ્ટીલ, ફાયનાન્સર  વિમલરાજ   ડીલર પ્રદીપ બોરા, એક કો-ઓપરેટીવ  બેન્કના સંચાલકને  ત્યાં કાર્યવાહી  કરી હોવાનું    કહેવાય છે.  કાલિકા  સ્ટીલ,  મ્હાડા,  મુંબઈ મહાનગર પાલિકા, જેએનપીટી, સહિત સંખ્યાબંધ સરકારી વિભાગો અને કંપનીઓને ે  સ્ટીલ પૂરૃં પાડે  છે. કાલિકા સ્ટીલના   ઘનશ્યામ ગોયલ,  અરૃણ અગ્રવાલ, અનિલ  ગોયલ મહત્ત્વની  જવાબદારી સંભાળી રહ્યા  છે 

કોઈ રાજકારણીનાં બેનામી નાણાં હોવાની ચર્ચા

મહારાષ્ટ્રમા તાજેતરની રાજકીય ઉથલપાથલમાં બહુ મોટી રોકડની હેરફેર થઈ છે

જાલના જેવાં ટાઉનમાં સ્ટીલ વ્યવસાયિકો અડધા અબજથી પણ વધારેની રોકડ સંઘરીને બેઠા હોય એ આવકવેરા ખાતાંના અધિકારીઓના ગળે ઉતરતું નથી. કોઈ સામાન્ય વ્યવસાયી આટલી જંગી રોકડ પોતાની પાસે રાખે નહીં. આવકવેરા ખાતાંને શંકા છે કે આ રોકડ તથા અન્ય સંપત્તિના વ્યવહારો મહારાષ્ટ્રના કોઈ રાજકારણીને સંબંધિત હોઈ શકે છે. નેતાઓ મોટાભાગે તેમની બેનામી સંપત્તિઓ અન્ય નામે ચલાવાતી કંપનીઓ અથવા તો પછી પોતાના પરિચિતોની કંપનીઓના નામે જમાવતા હોય છે. રોકડ પણ આવી કંપનીઓના ગોડાઉનમાં સચવાતી હોય છે. મહારાષ્ટ્રમાં હાલ સત્તા પરિવર્તનને કારણે રાજકીય તખ્તો ગરમ છે. સત્તા પરિવર્તનમાં કરોડોની હેરફેર થયાનું ચર્ચાય છે.  ઉપરાંત પાલિકા તથા પરિષદોની ચૂંટણી પણ આવી રહી છે. આથી કોઈ રાજકારણીએ પોતાના નાણાં અહીં સાચવ્યાં છે કે કેમ તેવી ચર્ચાઓ શરુ થઈ છે. 

રેડથી માંડીને કિક સહિતની ફિલ્મો જેવાં દૃશ્યો સર્જાયાં

થોડા સમય પહેલાં આવેલી રેડ ફિલ્મમાં આવકવેરા અધિકારીઓની ટીમને શરુઆતમાં નિષ્ફળતા સાંપડે છે પરંતુ પછીથી રોકડના ઢગ મળે છે એવાં દૃશ્યો હતો. આ ઉપરાંત કીક નામની ફિલ્મમાં એક પટાવાળા પાસેથી નજીવી રકમ મળે છે પરંતુ તેનો પીછો કરતાં જંગી સંપત્તિની ભાળ મળે છે તેવી વાર્તા હતી. આવકવેરાના અધિકારીઓ જાલનામાં જે રીતે જાનૈયાઓનો સ્વાંગ સજીને ગયા અને આટલી મોટી રોકડ મળી તથા આ કોઈ રાજકારણીની સંપત્તિ હોઈ શકે છે તેવી શક્યતાના સંદર્ભમાં લોકોએ આ તમામ ફિલ્મોની યાદ તાજી કરી હતી.