×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રની સ્થિતિ બરાબર નથી, લોકડાઉન સિવાય હવે કોઇ વિકલ્પ નથી દેખાતો : ઉદ્ધવ ઠાકરે

મુંબઇ, તા. 10 એપ્રિલ 2021, શનિવાર

ફરી એક વખત મહારાષ્ટ્રમાં કરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સર્વદળીય નેતાઓની બેઠક બોલાવી હતી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્મથી યોજાયેલી આ બેઠકમાં ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવી સહિતના લોકો જોડાયા હતા. 

આ બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની સ્થિતિ બરાબર નથી. રાજ્યમાં ફરી વખત લોકડાઉન સિવાય કોઇ અન્ય વિકલ્પ નજર નથી આવતો. 15થી 20 એપ્રિલ વચ્ચે પરિસ્થિતિ વધારે ખરાબ થશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકડાઉન લગાવવાનો સમય નજીક આવ્યો છે. કોરોનાની ચેન તોડવાની જરુર છે. રસી લીધા બાદ પણ લોકોને કોરોના થઇ રહ્યો છે. આ વખતે યુવાનો વધારે પ્રભાવિત થઇ રહ્યા છે.

ઠાકરેએ કહ્યું કે લોકડાઉન જરુરી નથી, પરંતુ બીજા દેશોએ પણ કોરોનાની ચેન તોડવા માટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. માટે હવે લોકડાઉન એ જ વિકલ્પ છે. કોરોનાના કેસોની વધતી સંખ્યા અટકાવવા માટે લોડાઉન જરુરી છે. 

તો આ તરફ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે લોકોની હાલત કફોડી થઇ હતી. અત્યાર સુધી લોકોના વિજળીના બિલ પણ ભરી નથી શક્યા. લોકો કઇ રીતે જીવી શકશે. વપારીઓ પાયમાલ થઇ શકશે. સરકારે જનતાની ભાવનાનો ખ્યાલ રાખવો જોઇએ.