×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ, 10 દર્દીઓના મોત, 15 ઘાયલ


નવી દિલ્હી,તા.6.નવેમ્બર,2021

મહારાષ્ટ્રના અહેમદનગરની સરકારી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના મોત થયા છે.જ્યારે બીજા કેટલાક લોકો પણ દાઝી ગયા હોવાની આશંકા છે.મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં આ પહેલા પણ હો્સ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચુકી છે પણ તંત્ર આ બાબતને લઈને વધારે ગંભીર હોય તેવુ લાગતુ નથી.જેના કારણે દર્દીઓને પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે.

આ પહેલા મહારાષ્ટ્રના ભંડારા જીલ્લામાં સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં માસૂમ બાળકોના મોત થયા હતા.

અહેમદનગરની સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ કેવી રીતે લાગી તેનુ કારણ હજી જાણવા મળ્યુ નથી.આ દુર્ઘટનામાં 15 જેટલા દર્દીઓ દાઢયા પણ છે.20 દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફટ કરાયા છે.