×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના બદલાપુર ખાતે ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં નાસભાગ, અનેક લોકોની તબિયત લથડી


- એમઆઈડીસી ક્ષેત્રની નોબલ ઈન્ડિયા મીડિયા પ્રાઈવેટ લિમિટેડ ખાતે ગેસ ગળતરની ઘટના બની

નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર

મહારાષ્ટ્રના બદલાપુર ખાતે ગુરૂવારે મોડી રાતે એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગુરૂવારે રાતે 10:22 કલાકે ગેસ ગળતર થતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને એકાદ કલાકમાં ગેસ ગળતર પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. 

થાણે નગર નિગમના કહેવા પ્રમાણે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ઘાયલ નથી થયું. ગેસ ગળતરના કારણે કેટલાક લોકોને ઉલટીઓ થવા લાગી હતી અને જીવ ગભરાવા લાગ્યો હતો. એમઆઈડીસી ક્ષેત્રની નોબલ ઈન્ડિયા મીડિયા પ્રાઈવેટ લિમિટેડ ખાતે ગેસ ગળતરની આ ઘટના બની હતી.  આ કંપની એક રિએક્ટરમાં કાચા તેલ માટે 2 રસાયણો સલ્ફ્યુરિક એસિડ અને બેન્જિન ડિહાઈડ્રેડ ભેગા કરે છે.

જાણવા મળ્યા મુજબ આ ગેસ ઝેરીલા નથી હોતા પરંતુ તેના ગળતરથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેનાથી ત્વચા અને આંખોને નુકસાન પહોંચે છે. આશરે 3 કિમી વિસ્તારમાં ગેસ ગળતરની અસર નોંધાઈ હતી પરંતુ કોઈની સ્થિતિ ગંભીર નથી થઈ.