×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના આ 5 જિલ્લામાં 7 દિવસનું લોકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર સક્રિય બની

મુંબઇ, 21 ફેબ્રુઆરી 2021 રવિવાર

દેશનાં અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણ વધ્યું તે જ પ્રકારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી રાજ્ય સરકાર સક્રિય બની કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે  રાજ્ય સરકારે અમરાવતી ઉપરાંત અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં પુર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે, આ પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી અમલી રહેશે, લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે, જ્યારે ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ શાળા કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે

આ પહેલા ગુરૂવારે રાજ્યમાં કોરોના સંક્રમણનાં 5,427 કેસ નોંધાયા હતા, તેને જોતા ખાસ કરીને 5 જિલ્લામાં સપ્તાહનાં અંતે લોકડાઉન લગાવવાની ઘોષણા કરવામાં આવી છે, તે અંતર્ગત દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે,  જોકે અનિવાર્ય સેવાઓને તેમાં રાહત આપવામાં આવી છે, યવતમાલ જિલ્લામાં સ્કુલોને 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે, અને લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે, પરંતું આ સ્થાનો પર કોરોના સંબંધિત પ્રોટોકોલની કડકપણે પાલન કરવાનું રહેશે, કોરોના નિષ્ણાતોને અમરાવતી અને યવતમાલમાં બે નવા મ્યુટેશન મળી આવ્યા છે. જે અન્ટિબોડીને નિષ્ક્રિય કરી શકે છે, રાજ્યનાં અન્ય જિલ્લાઓની તુલનામાં કોરોનાનાં કેસ અહીં વધ્યા છે.

તે ઉપરાંત પુણેમાં પણ લોકોનાં ફરવા પર રાત્રીનાં 11 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે, જો કે આ દરમિયાન જરૂરી કામ માટે લોકો આવન-જાવન કરી શકશે, જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી શાળા-કોલેજો બંધ રહેશે, રાજ્ય સરકારમાં પ્રધાન વિજય વડેટ્ટીવારએ શનિવારે જણાવ્યું કે જો રાજ્યમાં કેસ સતત વધતા રહ્યા તો 12 કલાકનું નાઇટ કર્ફ્યું લગાવામાં આવી શકે છે.