×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રઃ બીડ ખાતે 400 લોકો પર સગીરા સાથે બળાત્કારનો આરોપ, 3ની ધરપકડ


- આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2021, સોમવાર

મહારાષ્ટ્રના બીડ ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. ત્યાં એક સગીરા સાથે છેલ્લા કેટલાય મહિનાઓથી દુષ્કર્મ થઈ રહ્યું હતું અને દુષ્કર્મ કરનારા 1-2 નહીં પણ 400 લોકો હતા. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસનો શ્વાસ પણ અધ્ધર થઈ ગયો હતો અને આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

જાણવા મળ્યા મુજબ 16 વર્ષીય સગીરા સાથે 6 મહિનામાં 400 કરતા પણ વધારે લોકોએ દુષ્કર્મ કર્યું હતું. બીડના એસપી રાજા રામાસ્વામીએ કેસ અંગેની જાણકારી આપતા કહ્યું કે, આ સગીરા પર 400 લોકો દ્વારા બળાત્કારનો કેસ સામે આવ્યો છે. રામા સ્વામીએ જણાવ્યું કે, આ બધું છેલ્લા 6 મહિનાઓથી ચાલી રહ્યું હતું અને તેમાં પોલીસવાળાઓ પણ સામેલ હતા. તેમણે પણ સગીરા સાથે કુકર્મ કર્યું.

પીડિતાએ બાળ કલ્યાણ સમિતિના પ્રથમ શ્રેણીના મેજિસ્ટ્રેટને જણાવ્યું કે, 'અનેક લોકોએ મારા સાથે દુર્વ્યવહાર કર્યો છે. ફરિયાદ નોંધાવવા માટે હું અનેક વખત અંબાજોગઈ પોલીસ સ્ટેશન ગઈ પરંતુ પોલીસ હંમેશા મારો પીછો કરતી હતી. મારી વાત સાંભળ્યા બાદ પણ દોષિતો વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. એટલું જ નહીં, એક પોલીસ કર્મચારીએ પણ મને પ્રતાડિત કરી છે.'

જોકે હવે આ કેસમાં એક્શન લેવાઈ છે અને અત્યાર સુધીમાં પોલીસે 3 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે. તેના નિવેદનના આધાર પર ચાઈલ્ડ મેરેજ એક્ટ, દુષ્કર્મ, છેડતી અને પોક્સો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.