×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાણી એલિઝાબેથનુ નિધન, ભારતમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

નવી દિલ્હી,તા.9 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના પગલે ભારત સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે અને મહારાણી એલિઝાબેથના સન્માનમાં ભારતનો તિરંગો અડધી કાઠીએ એક દિવસ માટે ફરકશે.

આ પહેલા પીએમ મોદીએ પણ મહારાણી એલિઝાબેથના નિધન પર શોક વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, તેમને આપણા સમયના એક દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે પોતાના દેશને પ્રેરણાદાયી નેતૃત્વ પુરૂ પાડ્યુ હતુ. તેમનુ સાર્વજનિક જીવન પણ બહુ ગરિમાપૂર્ણ અને શાલીનતાભર્યુ રહ્યુ હતુ.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મારી સંવેદના તેમના પરિવાર સાથે  બ્રિટનના લોકો સાથે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાણી એલિઝાબેથે બે દિવસ પહેલા જાહેરમાં દેખા દીધી હતી. તેમણે નવા બ્રિટિશ પીએમ લિઝ ટ્રૂસ સાથે મુલાકાત કરી હતી. લિઝ ટ્રૂસ સાથે હાથ મિલાવતો તેમનો ફોટોગ્રાફ લોકોને જોવા મળ્યો હતો.

ગુરૂવારે તેમણે સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. 10 દિવસ બાદ મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા તેમના કોફિનને લંડનથી બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર પેલેસ સુધી નિધનના પાંચ દિવસ બાદ રોડ માર્ગે લાવવામાં આવશે અને લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

તેમને વિન્ડસર કેસલના કિંગ જ્યોર્જ ફિફ્થ મેમેરિયર ચેપલમાં દફનાવવામાં આવશે.

વધુ વાંચો : બ્રિટનની રાણીને અંતિમ વિદાય, વૈશ્વિક સ્મારકોએ આ રીતે આપી એલિઝાબેથ-2 ને શ્રદ્ધાંજલિ