×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'મસ્જિદ શહીદ કરનારી બીજેપીને વોટ આપશો'- સપા સાંસદનો ઓડિયો વાયરલ


- ડૉ. રિજવાનના કહેવા પ્રમાણે ભાજપે તેમનું લાઈસન્સ કેન્સલ કરી દીધેલું માટે તેમના સાથે જોડાયા

નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય દળો પોતાના સદસ્યોને સાધીને રાખવા ઉપરાંત અન્ય પાર્ટીઓ અને અપક્ષના વિજેતા સદસ્યોને પોતાના પક્ષમાં લાવવા મચી પડ્યા છે. ત્યારે મુરાદાબાદ ખાતેના સપા સાંસદ ડૉ. એસટી હસન અને જિલ્લા પંચાયતના સદસ્ય ડૉ. રિજવાન વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. 

આ ઓડિયોમાં એસટી હસન જિલ્લા પંચાયતના સદસ્યને કહી રહ્યા છે કે, સપા પણ 20 લાખ આપી રહી હતી છતાં તમે ભાજપમાં કેમ જતા રહ્યા? એટલું જ નહીં, સાંસદ જિલ્લા પંચાયતના સદસ્યને પોતાના પક્ષમાં પાછા લાવવા તેમને મુસ્લિમ હોવાની દુહાઈ આપી રહ્યા હતા અને મસ્જિદ શહીદ કરનારાઓને કઈ રીતે મત આપી શકો તેવા સવાલ પણ કરી રહ્યા હતા.

મુરાદાબાદ જિલ્લા પંચાયત અધ્યક્ષ માટે સપાએ અમરીન જહાંને ઉમેદવાર બનાવી રાખ્યા છે જ્યારે ભાજપ તરફથી ડૉ. શૈફાલી સિંહ સક્રિય છે. આ સંજોગોમાં બંને પાર્ટીઓ એકબીજાના સદસ્યોને પોતાના પક્ષમાં ખેંચવા કવાયત કરી રહી છે. સપા સાંસદ એસટી હસનના અંગત એવા જિલ્લા પંચાયતના સદસ્ય ડૉ. રિજવાન ભાજપમાં જોડાયા છે. 

આ સંજોગોમાં સાંસદે તેમને પોતાના પક્ષમાં પાછા લાવવા ફોન કર્યો હતો અને તેમની વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં સાંસદ એસટી હસન કહી રહ્યા છે કે, તમે સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા છો. શું મુસ્લિમોએ તમને એટલા માટે મત આપ્યો હતો કે તમે એ પાર્ટીને મત આપો જે મુસ્લિમોની મસ્જિદને શહીદ કરી રહી છે, જે દેશમાં મુસ્લિમોની ઓળખ નષ્ટ કરવા પ્રયત્ન કરી રહી છે. એટલું જ નહીં સાંસદે વધુમાં એમ પણ કહ્યું હતું કે, મેં તને નેતા બનાવ્યો, સમાજવાદી પાર્ટીના કારણે તું જીત્યો અને હવે તું વેચાઈ ગયો. 

સાંસદના સવાલો પર જિલ્લા પંચાયતના સદસ્ય રિજવાન એવી સ્પષ્ટતા કરે છે કે, ડૉક્ટર સાહેબ તેમણે (ભાજપે) મારૂં લાઈસન્સ કેન્સલ કરી દીધું હતું. તેના જવાબમાં સાંસદ કહે છે કે, સપાની સરકાર આવેત એટલે લાઈસન્સ પાછું મળી જાત પરંતુ તું ફક્ત 10 મહિના માટે લાલચમાં આવી ગયો. ભાજપમાં જઈને શું સમજી રહ્યો છે. સમાજવાદી પાર્ટીની સરકાર આવશે તો તું બહું મોટી મુશ્કેલીમાં ફસાઈ જઈશ. તારા બધા એટલે બધા જ લાઈસન્સ કેન્સલ થઈ જશે.