×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરો હવે નહીં દેખાય, ICMR એ શોધી દેશી ટેકનિક


નવી દિલ્હીમાં સ્થિત ઇન્ડિયન સેન્ટર ફોર મેડિકલ રિસર્ચએ ડેન્ગ્યુ, મેલેરિયા, ઝીકા અને જાપાનીઝ એન્સેફાલીટીસ જેવા મચ્છરજન્ય રોગોને રોકવા માટે નવી સ્વદેશી તકનીક શોધી કાઢી છે. આ તકનીક દ્વારા તે દર વર્ષે લાખો લોકો કે જે મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે તેને રોકવામાં મદદ કરી શકે છે.  ICMR અનુસાર, આ શોધ મચ્છરજન્ય રોગો સામે ભારતની લડાઈને મજબૂત બનાવી શકે છે.

ટેકનોલોજીને સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ બોર્ડ દ્વારા 'ભારતીય સ્ટાન્ડર્ડ સ્ટ્રેન' તરીકે નિયુક્ત 
દેશની મોટી વસ્તીને ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવા માટે તેણે ખાનગી કંપનીઓ પાસેથી પણ પ્રસ્તાવની માંગણી કરી છે. પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું છે કે, ડેન્ગ્યુ, મેલેરિયા, ઝિકા, ચિકનગુનિયા જેવા રોગોને રોકવા માટે બેસિલસ થુરિંગિએન્સિસ ઇઝરેલેનસિસ, બેક્ટેરિયાના સ્ટ્રેનનું ઉત્પાદન કરવા માટે ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. તે અન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના મચ્છર અને માખીના લાર્વાને મારી નાખે છે. ICMR કહે છે કે આ તકનીક અન્ય પ્રાણીઓ અને પર્યાવરણને નુકશાન કરતી નથી. આ ટેકનોલોજીને સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ બોર્ડ દ્વારા 'ભારતીય સ્ટાન્ડર્ડ સ્ટ્રેન' તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

ચેપી રોગોમાં મચ્છરજન્ય રોગોનો હિસ્સો 17% થી વધુ 
WHOના એક અહેવાલ અનુસાર, ચેપી રોગના લીધે દર વર્ષે સાત લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં ભારતમાં સૌથી વધુ સંખ્યા જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દર વર્ષે પાંચ હજારથી વધુ લોકો મચ્છરજન્ય રોગોના કારણે મૃત્યુ પામે છે, જ્યારે લાખો લોકો આ રોગોને કારણે બીમાર પડે છે.

ICMR સાથે વેચાણના પાંચ ટકા હિસ્સાની ભાગીદારી
ICMRએ પ્રસ્તાવમાં કહ્યું છે કે, જે કંપનીઓ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે તેમણે ICMR સાથે વેચાણના પાંચ ટકા હિસ્સો ભાગીદારીમાં આપવો પડશે. ICMR દ્વારા હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની સાથે સમાન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જ્યારે તેઓએ કોવેક્સિનની શોધ કર્યા બાદ ટેકનોલોજી ટ્રાન્સફર કરી હતી.