×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મમતા બેનર્જીએ PM મોદીની કરી આકરી ટીકા : લાલ કિલ્લા પરના ભાષણ અંગે આપ્યું મોટું નિવેદન

કોલકાતા, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસી દ્વારા સ્વતંત્રતા દિવસ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું કે, 15 ઓગસ્ટે વડાપ્રધાન મોદીનું લાલ કિલ્લા પરનું ભાષણ તેમનું છેલ્લું સંબોધન હશે. બેનર્જીએ કહ્યું કે, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ટુંક સમયમાં ગતિ પકડશે અને 2024 લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવશે. તેમણે ફરી કેન્દ્ર સરકારની મોદી સરકારને આડે હાથ લીધા છે. તેમણે સવાલના અંદાજમાં પૂછ્યું કે, શું આપણે ખરેખર આઝાદ છીએ ? દેશભરમાં ઈન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે.

છિનવી લેવાઈ અમારી આઝાદી 

મમતા બેનર્જીએ ઈઝરાયેલના જાસૂસ સોફ્ટવેર પેગાસસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શું આપણે ખરેખર આઝાદ છીએ ? રાજકીય રૂપે તો નહીં... પેગાસસે આપણી આઝાદી છિનવી લીધી છે. મમતા બેનર્જીએ મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો... તેમણે દાવો કરતા કહ્યું કે, થોડા સમય પહેલા મને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ તેમને કેવી રીતે હેરાન કરી રહી છે.

‘લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તમામ હેલિકોપ્ટર બુક કરાવી લીધા’

તેમણે ભાજપ પર લોકસભા ચૂંટણી-2024 પહેલા તમામ હેલિકોપ્ટરો પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તમામ હેલિકોપ્ટર ભાજપે બુક કરાવી લીધા છે. તેમની પાસે ઘણા નાણાં છે... તેમણે સવાલ કર્યો કે, પીએમ કેર ફંડના નાણાં ક્યાં છે ?