×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં કરાયા રજૂ, AAPના કાર્યકર્તામાં દેશવ્યાપી વિરોધ



ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ કરાયા બાદ CBIએ ધરપકડ કરી લીધી હતી. જે બાદ આજે  મનીષ સિસોદિયાને થોડી વારમાં કોર્ટમાં રજુ કરાશે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. સિસોદિયાની ધરપકડ થયા બાદ દેશ વ્યાપી AAPના કાર્યકર્તા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અહેવાલ પરથી મળતી માહિતી અનુસાર CBI 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. 

BJP સાંસદે અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો આપ્યો જવાબ
સિસોદિયાની ધરપકડને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા BJP સાંસદે કહ્યું કે, કેજરીવાલ-સિસોદિયા લોકોને છેતરી શકે પરંતુ ભગવાનને નહીં. દિલ્હીની જનતાની વેદના તેમની ધરપકડની આ સ્થિતિનું કારણ બની  છે.

સિસોદિયા વિરુધ શું હતા આરોપ?
મનીષ સિસોદિયા પર દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને ફાયદો પહોચાડવાનો આરોપ લાગ્યા, તેમની પર વિદેશી દારૂની કિંમતમાં બદલાવ કરી અને બીયરથી આયાત શુલ્ક હટાવવાનો આરોપ છે, જેને કારણે વિદેશી દારૂ અને બીયર સસ્તી થઇ ગઇ હતી.  સિસોદિયા પર 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવાનો પણ આરોપ છે.