×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં વધારોઃ ઘરેલું LPG સિલિન્ડર ફરી થયા મોંઘા


- આના પહેલા પહેલી ઓક્ટોબરના રોજ ફક્ત 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 43.5 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો હતો

નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર, 2021, બુધવાર

મોંઘવારીનો માર સહન કરી રહેલા મધ્યમ વર્ગને વધુ એક ફટકો લાગ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડર ફરી એક વખત મોંઘા થઈ ગયા છે. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં બુધવારે એટલે કે, 6 ઓક્ટોબરના રોજ ફરી એક વખત વધારો થયો છે. સબસિડી વગરના 14.2 કિગ્રાના સિલિન્ડરની કિંમતોમાં 15 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેથી દિલ્હીમાં તેની કિંમત 899 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 5 કિગ્રા વજનવાળો સિલિન્ડર હવે 502 રૂપિયામાં મળશે. 

દિલ્હી-મુંબઈમાં સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયામાંથી 899.50 રૂપિયા થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડર માટે પટનામાં હવે 1,000 રૂપિયામાં માત્ર 2 રૂપિયા ઓછા ચુકવવા પડશે. જો ફક્ત ચાલુ વર્ષની જ વાત કરીએ તો પહેલી જાન્યુઆરીના રોજ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. પહેલી સપ્ટેમ્બરના રોજ તે કિંમત 884 રૂપિયા થઈ ગઈ. બાદમાં 17મી ઓગષ્ટથી પહેલી સપ્ટેમ્બર દરમિયાન 15 દિવસમાં જ 50 રૂપિયાનો વધારો થયો. લોકોના ઘરના જીડીપી બગાડનારા સિલિન્ડરમાં છેલ્લા 8 મહિનામાં 190 રૂપિયાની મોંઘવારી આવી ચુકી છે. 

આના પહેલા પહેલી ઓક્ટોબરના રોજ ફક્ત 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ભાવવધારો ઝીંકાયો હતો. તેમાં પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો હતો. આ કારણે રેસ્ટોરા, ઢાબા પરના ભોજનની કિંમત વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.