×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકી, 15ના મોત, 20થી વધુ ઘાયલ, 50થી વધુ મુસાફરો હતા સવાર

source: Twitter (screenGrab)


મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટો અકસ્માત થયો છે. દસંગામાં પુલ પરથી બસ નીચે પડી હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. તે જ સમયે, આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળો પહોંચ્યો હતો, ઘટનાસ્થળ પર અફડાતફરીનો માહોલ છે. આ ઘટનામાં કેટલાક મુસાફરોના મોતના અહેવાલ પણ સામે આવ્યા છે.

ડોક્ટરોએ 14 લોકોને મૃત જાહેર કર્યા છે જ્યારે 20 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે ખરગોનના પોલીસના SP ધરમવીર સિંહનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. તેણે જણાવ્યું કે ઈન્દોર જઈ રહેલી બસમાં લગભગ 50 લોકો સવાર હતા.

સરકારે વળતર આપવાની જાહેરાત કરી 

મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 50 હજાર અને અન્ય ઘાયલોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.