×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પિતરાઈ અને તેમના પત્નીની હત્યા

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

દિલ્હી નજીક ગ્રેટર નોઈડાના એક મકાનમાં ઘૂસીને લૂંટારાઓ લૂટફાટ કરવાની સાથે સાથે વૃધ્ધ દંપતિ નરેન્દ્ર નાથ અને સુમન નાથની હત્યા કરી નાંખી છે.નરેન્દ્ર નાથ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથના પિતરાઈ છે.

મળતી વિગગતો પ્રમાણે શુક્રવારે સવારે જ્યારે આ દપંતીના પુત્ર અને પુત્રીએ તેમને મોબાઈલ કર્યો ત્યારે સામે કોઈ જવાબ મળ્યો નહોતો.એ પછી તેઓ માતા પિતાને મળવા ઘરે પહોંચ્યા ત્યારે તેમને ઘટનાની ખબર પડી હતી.એ પછી પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

ઘરમાં સામાન વિખરાયેલો હતો અને તિજોરીના દરવાજા ખુલ્લા પડ્યા હતા.જે જોતા લૂંટારુઓ દ્વારા દંપતીની હત્યા બાદ ઘરમાં લૂંટ ચલાવાઈ હોવાની આશંકા છે.નરેન્દ્ર નાથનો મૃતદેહ બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો.તેમના હાથ બંધાયેલી હાલતમાં હતા.બેઝમેન્ટમાં લૂંટારુઓએ દારુ પણ પીધો હતો અને એ પછી લૂંટ ચલાવી હતી.

પોલીસ ગલીમાં લગાડાયેલા સીસીટીવીના આધારે લૂંટારુઓનુ પગેરુ શોધવાની કવાયત કરી રહી છે.નરેન્દ્રનાથના પત્નીએ ગઈકાલે રાત્રે પુત્રીને જાણકારી આપી હતી કે, ઘરમાં નરેન્દ્રનાથના પરિચિત  માટે પાર્ટી રાખવામાં આવી છે.પોલીસને એવી પણ શંકા છે કે, આમાંથી કોઈએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હોય.