મતદારો નીરસ : કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર 42.67 ટકા મતદાન
રાજ્યની છ મહાનગરપાલિકાઓમાંથી જામનગરમાં સૌથી વધુ 51.37 ટકા, અમદાવાદમાં સૌથી ઓછું 38.83 ટકા મતદાન : 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
ગુજરાતના 6 મહાનગરોમાં યોજાયેલી સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 42.67% મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 51.37% જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 38.81% મતદાન નોંધાયું હતું.
કોરોના વાયરસ, ઉમેદવારો સામે અસંતોષ, અગાઉના શાસક પક્ષ દ્વારા થયેલી સાધારણ કામગીરી જેવા જેવા પરિબળો ગુજરાતના 6 મહાનગરોની ચૂંટણીમાં હાવી થઇ ગયા હોય તેવું ચિત્ર ઓછા મતદાનથી ઉપસી રહ્યું છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર એમ 6 મહાનગરોમાં 575 બેઠકો માટે કુલ 2,276 ઉમેદવારોએ ઝુકાવ્યું હતું. કોરોનાએ પગપેસારો કર્યા બાદ ગુજરાતમાં યોજાઇ રહેલી આ સૌપ્રથમ મોટી ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ અપેક્ષા કરતાં ખૂબ જ સાધારણ રહ્યું હતું.
એકદંરે કહી શકાય કે, રાજ્યના 6 મહાનગરોમાં 1.14 કરોડ મતદારોમાંથી 66.16 લાખ મતદારો મતદાન કરવા માટે જ ગયા નહોતા. 6 મહાનગરોમાંથી 2,276 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઇ ગયા છે અને હવે કોણ મેદાન મારવામાં સફળ રહેશે તેના પરથી આગામી 23 ફેબુ્રઆરી-મંગળવારે પડદો ઉંચકાશે. ઓછા મતદાનથી હવે કોનું પલ્લું ભારે રહેશે તેને લઇને અટકળોનુંં પ્રમાણ વધી ગયું છે.
અમદાવાદ : 28 લાખથી વધુ મતદારોએ મતદાન જ કર્યું નહીં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની 192 બેઠકો માટે કુલ 773 ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ મતદાનનું પ્રમાણ 40%થી પણ ઓછું રહેતાં રાજકીય પક્ષોને નવેસરથી ગણિત માંડવું પડે તેવી સિૃથતિ સર્જાઇ છે. અમદાવાદમાંથી ભાજપે 192, કોંગ્રેસે 188, આપે 156 ઉમેદવારોને ઉતાર્યા હતા.
અમદાવાદમાં કુલ 46.24 લાખમાંથી 28.29 લાખ મતદારો દ્વારા મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. 2010 અને 2015 કરતાં પણ અમદાવાદમાં મતદાનનું પ્રમાણ અત્યંત સાધારણ રહ્યું હતું. અમદાવાદના નારણપુરા વોર્ડમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સહપરિવાર મતદાન કર્યું હતું.
સુરત : અગાઉની બંને ચૂંટણી કરતાં વધુ મતદાન
સુરતમાં 30 વોર્ડની 162 બેઠક માટે 484 ઉમેદવારોએ ઝુકાવ્યું છે. જેમાં ભાજપના 120, કોંગ્રેસના 117 જ્યારે આપના 113 ઉમેદવારોનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ 32.88 લાખ મતદારોમાંથી 14.40 લાખ દ્વારા મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમ, સુરતમાં 42.33% મતદાન હતું. સુરતમાં 2010 અને 2015ની સૃથાનિક સ્વરાજની ચૂંટણી કરતાં આ વખતે મતદાન સાધારણ વધારે રહ્યું હતું.અગાઉ સુરતમાં 2010માં 42.33%, 2015માં 39.93% મતદાન થયું હતું.
જામનગર : 50%થી વધુ મતદાન ધરાવતું એકમાત્ર મહાનગર
જામનગર એકમાત્ર એવું મહાનગર હતું જ્યાં 50%થી વધુ મતદાન નોંધાયું છે. જામનગરમાં 50%થી વધુ મતદાન થયું હોય તેવું સતત ત્રીજી વખત બન્યું છે. જામનગરમાં કુલ 64 બેઠક માટે ભાજપના 64, કોંગ્રેસના 62 સહિત કુલ 236 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 4.88 લાખ મતદારોમાંથી 2.51 લાખ મતદારોએ મતદાન કર્યું હતું.
રાજકોટ : મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું, સરેરાશ 47% વોટિંગ
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ રવિવારે નેગેટિવ આવતાં તેમણે રાજકોટ ખાતે પોતાના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટમાં કુલ 72 બેઠક માટે 293 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 72, કોંગ્રેસના 70 ઉમેદવારોનો સમાવેશ થાય છે. રાજકોટમાં 10.93 લાખ મતદારોમાંથી 5.17 લાખ દ્વારા મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વડોદરા : 43.53% મતદાન, અગાઉ બંને ચૂંટણી કરતાં ઓછું
વડોદરામાં 76 બેઠકો માટે કુલ 279 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઇ ગયું છે. વડોદરામાંથી ભાજપ, કોંગ્રેસે 76 જ્યારે આપે 41 ઉમેદવારોને ઉતાર્યા હતા. જોકે, વડોદરાને મતદારો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નથી. કુલ 14.62 લાખમાંથી 6.32 લાખ દ્વારા જ મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ, વડોદરામાં 2010, 2015 કરતાં પણ ઓછું 43.77% મતદાન નોંધાયું હતું.
ભાવનગર : 5.29 લાખ મતદારોમાંથી માંથી 2.29 લાખ દ્વારા જ મતદાન કરાયું
ભાવનગરમાં કુલ 13 વોર્ડની 52 બેઠક માટે 211 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 52, કોંગ્રેસના 51 અને આપના 39 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાવનગરના કુલ 5.29 લાખ મતદારોમાંથી 2.29 લાખ મતદારો જ મતદાન કરવા માટે આગળ આવ્યા હતા અને મતદાનનું પ્રમાણ 43.67% હતું.
6 મહાનગરોની ચૂંટણીમાં ક્યારે-કેટલું મતદાન?
મહાનગર
2021
2015
2010
અમદાવાદ
38.73%
46.51%
44.12%
સુરત
43.82%
39.93%
42.33%
રાજકોટ
47.27%
50.40%
41.06%
વડોદરા
43.53%
48.71%
44.41%
જામનગર
51.37%
56.77%
50.35%
ભાવનગર
43.67%
47.49%
45.25%
મહાનગરોની ચૂંટણીમાં આ વખતે મતદાનની સ્થિતિ
મહાનગર
કુલ વોર્ડ
કુલ મતદાર
કુલ મતદાન
સરેરાશ
જામનગર
16
4,88,996
2,51,219
51.37%
રાજકોટ
18
10,93,991
5,17,123
47.27%
સુરત
30
32,88,159
14,40,823
43.82%
વડોદરા
19
14,62,212
6,32,939
43.77%
ભાવનગર
13
5,24,914
2,29,246
43.67%
અમદાવાદ
48
46,24,592
17,94,605
38.81%
રાજ્યની છ મહાનગરપાલિકાઓમાંથી જામનગરમાં સૌથી વધુ 51.37 ટકા, અમદાવાદમાં સૌથી ઓછું 38.83 ટકા મતદાન : 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
ગુજરાતના 6 મહાનગરોમાં યોજાયેલી સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 42.67% મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 51.37% જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 38.81% મતદાન નોંધાયું હતું.
કોરોના વાયરસ, ઉમેદવારો સામે અસંતોષ, અગાઉના શાસક પક્ષ દ્વારા થયેલી સાધારણ કામગીરી જેવા જેવા પરિબળો ગુજરાતના 6 મહાનગરોની ચૂંટણીમાં હાવી થઇ ગયા હોય તેવું ચિત્ર ઓછા મતદાનથી ઉપસી રહ્યું છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર એમ 6 મહાનગરોમાં 575 બેઠકો માટે કુલ 2,276 ઉમેદવારોએ ઝુકાવ્યું હતું. કોરોનાએ પગપેસારો કર્યા બાદ ગુજરાતમાં યોજાઇ રહેલી આ સૌપ્રથમ મોટી ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ અપેક્ષા કરતાં ખૂબ જ સાધારણ રહ્યું હતું.
એકદંરે કહી શકાય કે, રાજ્યના 6 મહાનગરોમાં 1.14 કરોડ મતદારોમાંથી 66.16 લાખ મતદારો મતદાન કરવા માટે જ ગયા નહોતા. 6 મહાનગરોમાંથી 2,276 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઇ ગયા છે અને હવે કોણ મેદાન મારવામાં સફળ રહેશે તેના પરથી આગામી 23 ફેબુ્રઆરી-મંગળવારે પડદો ઉંચકાશે. ઓછા મતદાનથી હવે કોનું પલ્લું ભારે રહેશે તેને લઇને અટકળોનુંં પ્રમાણ વધી ગયું છે.
અમદાવાદ : 28 લાખથી વધુ મતદારોએ મતદાન જ કર્યું નહીં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની 192 બેઠકો માટે કુલ 773 ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ મતદાનનું પ્રમાણ 40%થી પણ ઓછું રહેતાં રાજકીય પક્ષોને નવેસરથી ગણિત માંડવું પડે તેવી સિૃથતિ સર્જાઇ છે. અમદાવાદમાંથી ભાજપે 192, કોંગ્રેસે 188, આપે 156 ઉમેદવારોને ઉતાર્યા હતા.
અમદાવાદમાં કુલ 46.24 લાખમાંથી 28.29 લાખ મતદારો દ્વારા મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. 2010 અને 2015 કરતાં પણ અમદાવાદમાં મતદાનનું પ્રમાણ અત્યંત સાધારણ રહ્યું હતું. અમદાવાદના નારણપુરા વોર્ડમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સહપરિવાર મતદાન કર્યું હતું.
સુરત : અગાઉની બંને ચૂંટણી કરતાં વધુ મતદાન
સુરતમાં 30 વોર્ડની 162 બેઠક માટે 484 ઉમેદવારોએ ઝુકાવ્યું છે. જેમાં ભાજપના 120, કોંગ્રેસના 117 જ્યારે આપના 113 ઉમેદવારોનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ 32.88 લાખ મતદારોમાંથી 14.40 લાખ દ્વારા મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમ, સુરતમાં 42.33% મતદાન હતું. સુરતમાં 2010 અને 2015ની સૃથાનિક સ્વરાજની ચૂંટણી કરતાં આ વખતે મતદાન સાધારણ વધારે રહ્યું હતું.અગાઉ સુરતમાં 2010માં 42.33%, 2015માં 39.93% મતદાન થયું હતું.
જામનગર : 50%થી વધુ મતદાન ધરાવતું એકમાત્ર મહાનગર
જામનગર એકમાત્ર એવું મહાનગર હતું જ્યાં 50%થી વધુ મતદાન નોંધાયું છે. જામનગરમાં 50%થી વધુ મતદાન થયું હોય તેવું સતત ત્રીજી વખત બન્યું છે. જામનગરમાં કુલ 64 બેઠક માટે ભાજપના 64, કોંગ્રેસના 62 સહિત કુલ 236 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 4.88 લાખ મતદારોમાંથી 2.51 લાખ મતદારોએ મતદાન કર્યું હતું.
રાજકોટ : મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું, સરેરાશ 47% વોટિંગ
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ રવિવારે નેગેટિવ આવતાં તેમણે રાજકોટ ખાતે પોતાના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટમાં કુલ 72 બેઠક માટે 293 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 72, કોંગ્રેસના 70 ઉમેદવારોનો સમાવેશ થાય છે. રાજકોટમાં 10.93 લાખ મતદારોમાંથી 5.17 લાખ દ્વારા મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વડોદરા : 43.53% મતદાન, અગાઉ બંને ચૂંટણી કરતાં ઓછું
વડોદરામાં 76 બેઠકો માટે કુલ 279 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઇ ગયું છે. વડોદરામાંથી ભાજપ, કોંગ્રેસે 76 જ્યારે આપે 41 ઉમેદવારોને ઉતાર્યા હતા. જોકે, વડોદરાને મતદારો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નથી. કુલ 14.62 લાખમાંથી 6.32 લાખ દ્વારા જ મતાિધકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ, વડોદરામાં 2010, 2015 કરતાં પણ ઓછું 43.77% મતદાન નોંધાયું હતું.
ભાવનગર : 5.29 લાખ મતદારોમાંથી માંથી 2.29 લાખ દ્વારા જ મતદાન કરાયું
ભાવનગરમાં કુલ 13 વોર્ડની 52 બેઠક માટે 211 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 52, કોંગ્રેસના 51 અને આપના 39 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાવનગરના કુલ 5.29 લાખ મતદારોમાંથી 2.29 લાખ મતદારો જ મતદાન કરવા માટે આગળ આવ્યા હતા અને મતદાનનું પ્રમાણ 43.67% હતું.
6 મહાનગરોની ચૂંટણીમાં ક્યારે-કેટલું મતદાન?
મહાનગર |
2021 |
2015 |
2010 |
અમદાવાદ |
38.73% |
46.51% |
44.12% |
સુરત |
43.82% |
39.93% |
42.33% |
રાજકોટ |
47.27% |
50.40% |
41.06% |
વડોદરા |
43.53% |
48.71% |
44.41% |
જામનગર |
51.37% |
56.77% |
50.35% |
ભાવનગર |
43.67% |
47.49% |
45.25% |
મહાનગરોની ચૂંટણીમાં આ વખતે મતદાનની સ્થિતિ
મહાનગર |
કુલ વોર્ડ |
કુલ મતદાર |
કુલ મતદાન |
સરેરાશ |
જામનગર |
16 |
4,88,996 |
2,51,219 |
51.37% |
રાજકોટ |
18 |
10,93,991 |
5,17,123 |
47.27% |
સુરત |
30 |
32,88,159 |
14,40,823 |
43.82% |
વડોદરા |
19 |
14,62,212 |
6,32,939 |
43.77% |
ભાવનગર |
13 |
5,24,914 |
2,29,246 |
43.67% |
અમદાવાદ |
48 |
46,24,592 |
17,94,605 |
38.81% |