×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર મુદ્દે સંગ્રામ, રાજ્યસભામાં વિપક્ષનું વૉકઆઉટ, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

image : Wikipedia 



સંસદના બંને ગૃહોમાં મોનસૂન સત્ર તોફાની જોવા મળી રહ્યું છે. આજે લોકસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા થવાની પણ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુર મુદ્દે હોબાળો થઈ જતાં સભાપતિએ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. બીજી બાજુ રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષની નોટિસ પર પીએમ મોદીને જવાબ આપવા માટે બોલાવવાનો ઈનકાર કરી દેતાં વિપક્ષે વૉકઆઉટ કર્યું હતું. 

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શું કહ્યું? 

બીજી બાજુ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે વિપક્ષી ગઠબંધનના સાંસદ મણિપુર મુદ્દે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. ચૌધરીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને તેમને મણિપુરની સ્થિતિ અંગે જાણકારી આપીશું. તેમની સાથે મણિપુરની મુલાકાતમાં કરેલા અનુભવો શેર કરીશું. 

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે શું કહ્યું? 

મણિપુર મુદ્દે વિપક્ષના ગૃહમાં હોબાળા વચ્ચે વડાપ્રધાનને બોલાવવા અને નિવેદન આપવાની માગ ચાલુ રાખી છે. આજે પણ જ્યારે વિપક્ષે આ માગ કરી તો સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે સભાપતિ તરફથી આવો કોઈ નિર્દેશ અપાશે નહીં... હું નિર્દેશ આપી ન શકું અને ન તો હું આપવાનો છું. સભાપતિએ નિયમ 267 હેઠળ દાખલ કરાયેલી 60 નોટિસો પર ચર્ચા કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પછી વિપક્ષે રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યું.