×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર મામલે 'સુપ્રીમ' સુનાવણી, CJI ચંદ્રચુડે કહ્યું- 3 મે થી અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ?


મણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. CJI DY ચંદ્રચુડે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી જ્યાં મહિલાઓ પર ઉત્પીડન થયું હોય આ સિવાય કેટલી અન્ય ઘટનાઓ પણ આવી રીતે થાય છે પરંતુ આપણી સામે આવી નથી.

3 મે થી અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ છે?

CJIએ કહ્યું કે, આપણે મહિલાઓ વિરુદ્ધ હિંસાના વ્યાપક મુદ્દાને જોવા માટે એક સિસ્ટમ પણ બનાવવી પડશે. આ સિસ્ટમે સુનિશ્ચિત કરવું જોઈએ કે, આવા તમામ કેસોની કાળજી લેવામાં આવે. આ ઉપરાંત CJI એ પ્રશ્ન પૂછતાં કહ્યું કે, મણિપુરમાં હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આવી કેટલી એફઆઈઆર નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટ બંને પક્ષોને ટૂંકમાં સાંભળશે અને પછી યોગ્ય પગલાં અંગે નિર્ણય લેશે. અમારી પાસે અત્યાર સુધી કોઈ પુરાવાનો રેકોર્ડ નથી.

'મહિલાઓ CBI તપાસની વિરુદ્ધ'

મણિપુરની બે પીડિત મહિલાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, મહિલાઓ આ મામલાની સીબીઆઈ તપાસ અને કેસને આસામમાં ટ્રાન્સફર કરવાની વિરુદ્ધ છે. તેના પર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે ક્યારેય ટ્રાયલને આસામમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી નથી. 

SCની દેખરેખ હેઠળ તપાસ સામે કોઈ વાંધો નથી: કેન્દ્ર 

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું, તે સ્પષ્ટ છે કે પોલીસ બે મહિલાઓ પર હિંસા કરનારાઓ સાથે મળીને કામ કરી રહી છે અને પોલીસ આ મહિલાઓને ટોળામાં લઈ ગઈ હતી અને ટોળાએ જે કર્યું તે કરવા દેવામાં આવ્યું હતું. તે જ સમયે, સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે, જો સુપ્રીમ કોર્ટ આ મામલાની દેખરેખ રાખે તો કેન્દ્રને કોઈ વાંધો નથી.