×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરની સ્થિતિ અંગે સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ, સરકારે શાંતિ બહાલ કરવાનું આપ્યું આશ્વાસન

image : Twitter


મણિપુરની વર્તમાન પરિસ્થિતિ પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકનું સમાપન થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજકીય પક્ષોને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સંસદ ભવનમાં લગભગ 3 કલાક સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), આરજેડી (RJD), ડાબેરી પક્ષો સહિત વિવિધ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.

'સર્વપક્ષીય બેઠકમાં મુક્ત મને થઇ વાત'

આરજેડી સાંસદ મનોજ ઝાના જણાવ્યા અનુસાર, સર્વપક્ષીય બેઠકમાં ખુલ્લા મને વાતચીત થઈ અને તમામ પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે અમે ખુલ્લા મનથી વાત કરી, અમે બધાએ પોતાનો અભિપ્રાય રાખ્યો. ત્યાંના રાજકીય નેતૃત્વમાં (લોકોનો) અવિશ્વાસ છે અને તમામ વિરોધ પક્ષોએ આ વાત ઉઠાવી છે. અમે કહ્યું કે જે વ્યક્તિ વહીવટ ચલાવી રહી છે તેના પર વિશ્વાસ નથી. જો તમારે શાંતિ પુનઃસ્થાપિત કરવી હોય, તો તમે આવી વ્યક્તિના રહેતા તે કરી શકશો નહીં. 

ગૃહમંત્રી શાહે ખાતરી આપી 

ડીએમકે સાંસદ તિરુચિ સિવાએ કહ્યું કે અમે મણિપુરને લઈને અમારી ચિંતાઓ વ્યક્ત કરી છે. 100 લોકો માર્યા ગયા છે અને લગભગ 60,000 લોકો વિસ્થાપિત થયા છે. ડીએમકે સાંસદે કહ્યું કે સૌથી દુખની વાત એ છે કે વડાપ્રધાને આના પર એક શબ્દ પણ બોલ્યો નથી. એક સર્વપક્ષીય ટીમ મણિપુર મોકલવી જોઈએ જેથી ત્યાંની સ્થિતિ યોગ્ય રીતે જાણી શકાય. ગૃહમંત્રીએ અમને ખાતરી આપી છે.

બેઠકમાં કોણ કોણ હાજર હતું?

અમિત શાહે હિંસાગ્રસ્ત રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા બેઠક બોલાવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમા, સીપીઆઈ(એમ)ના સાંસદ જોન બ્રિટાસ, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલના નેતા ડેરેક ઓ બ્રાયન અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.