×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મજીઠિયા ડ્રગ્સ કેસ: પંજાબ સરકારને હાઈકોર્ટમાંથી લાગ્યો મોટો ઝટકો, બિક્રમ સિંહની આગોતરા જામીન અરજી મંજૂર


ચંદીગઢ, તા. 10 જાન્યુઆરી 2022 સોમવાર

મજીઠિયા ડ્રગ્સ મામલે પંજાબ સરકારને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન કોર્ટે બિક્રમ સિંહ મજીઠિયાની આગોતરા જામીન અરજીને મંજૂર કરી લીધી છે. સાથે જ તેમને બુધવાર સુધી ધરપકડમાંથી રાહત આપવા અને તપાસમાં સામેલ થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પંજાબ સરકાર તરફથી પી ચિદમ્બરમ અને મજીઠિયા તરફથી સીનિયર વકીલ મુકુલ રોહતગીમાં તીખી તકરાર થઈ છે. તકરાર બાદ મજીઠિયાને આગોતરા જામીન આપવામાં આવી છે.

શિરોમણિ અકાલી દળ નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આગોતરા જામીન માટે 27 ડિસેમ્બરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. મજીઠિયાએ પોતાના વકીલો, દમનબીર સિંહ સોબતી અને અર્શદીપ સિંહ ચીમાના મારફતે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં કહ્યુ હતુ કે અરજીકર્તાને નિશાન બનાવવા પંજાબમાં કોંગ્રેસ નીત વર્તમાન સરકારનો એક મોટો ચૂંટણી મુદ્દો છે.

મોહાલીની એક કોર્ટે ગયા વર્ષે 24 ડિસેમ્બરે મજીઠિયાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પંજાબમાં માદક પદાર્થ ગેંગની તપાસના સંબંધમાં 2018ની એક રિપોર્ટના આધારે ગયા અઠવાડિયે, મજીઠિયા વિરૂદ્ધ સ્વાપક ઔષધિ અને મન: પ્રભાવી પદાર્શ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો હતો.