×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મંત્રી રાઘવજી પટેલની મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીની સરપ્રાઇઝ વિઝિટથી અધિકારીઓમાં ફફડાટ

અમદાવાદ, તા. 5 જાન્યુઆરી 2023, ગુરુવાર

2022ની ચૂંટણીમાં ભવ્ય સફળતા બાદ ગુજરાતની નવી સરકાર બનતા જ ભુપેન્દ્ર સરકાર કામગીરી બાબતે સક્રિય થઈ ગઈ છે. ત્યારે કૃષિમંત્રી તરીકેની કમાન સંભાળ્યા બાદ રાઘવજી પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. અગાઉ રાઘવજી પટેલ ગાંધીનગરમાં આવેલા કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. ત્યાર બાદમાં હવે કૃષિ પશુપાલન મત્સ્યોધોગ મંત્રીએ કમિશનરેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. 

આજે સવારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે અચાનક જ મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીમા પહોંચી ગયા છે અને કમિશનર નિતીન સાંગવાન, સુપરિન્ટેન્ડન્ટ કાપડિયા વાઘેલા સહિત ગેરહાજર છે. તો બીજી તરફ જૂના સચિવાલયમા આ કચેરીમા પણ મોટાભાગનો સ્ટાફ આવ્યો નહોતો. આ ઉપરાંત કમિશનરેટ કચેરીમા ૧૫થી વધુ અધિકારીઓ તેમના સ્થાને કચેરીમાં હાજર નહોતા.

હું પૂછીશ કે કેમ સમયસર હાજર થયા નથી: રાઘવજી પટેલ

મંત્રી રાઘવજી પટેલે આજે સવારે અચાનક જ મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીમા પહોંચ્યા હતા જ્યા મોટા ભાગનો સ્ટાફ હાજર ન હોવાથી મંત્રીએ કમિશનરેટના અધિક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત કમિશનર નિતીન સાંગવાન, સુપરિન્ટેન્ડન્ટ કાપડિયા, વાઘેલા સહિત ગેરહાજર છે. વધુમાં જૂના સચિવાલયમા આ કચેરીમા પણ મોટાભાગનો સ્ટાફ આવ્યો નહોતો. આ ઉપરાંત કમિશનરેટ કચેરીમા ૧૫થી વધુ અધિકારીઓ તેમના સ્થાને કચેરીમાં હાજર નહોતા. રાઘવજીએ કહ્યુ- હું પૂછીશ કે કેમ સમયસર હાજર થયા નથી અને મોડા આવવાનું કારણ પણ પુછવામાં આવશે. કમિશનરેટના અધિક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે. 

હવે આ સરપ્રાઇઝ વિઝિટ માત્ર સરપ્રાઇઝ બની રહે છે કે પછી લેઇટલતિફ સામે કંઇ થાય છે તેના પર સૌની નજર રહેશે

મંત્રી રાઘવજી પટેલે આજે સવારે અચાનક જ મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીમા પહોંચ્યા હતા જ્યા મોટા ભાગનો સ્ટાફ હાજર ન હોવાથી મંત્રીએ કમિશનરેટના અધિક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે. રાઘવજીએ કહ્યુ- હું પૂછીશ કે કેમ સમયસર હાજર થયા નથી. મોડા આવે છે. કમિશનરેટના અધિક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે. પરંતુ હવે જોવાનું એ છે કે આ સરપ્રાઇઝ વિઝિટ માત્ર સરપ્રાઇઝ બની રહે છે કે પછી લેઇટલતિફ સામે કંઇ થાય છે તેના પર સૌની નજર રહેશે.