×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મંગળ ગ્રહની સપાટી પર સફળતાપુર્વક ઉતર્યું નાસાનું Perseverance રોવર, જુઓ આ પહેલી તસવીર

વોંશિગ્ટન, 20 ફેબ્રુઆરી 2021 શનિવાર

અમેરિકાની અંતરિક્ષ સંસોધન સંસ્થા NASAનું Perseverance રોવરનું મંગળ ગ્રહ પર સફળતાપુર્વક લેંડિંગ થઇ ગયું છે, રોવરને કોઇ પણ ગ્રહની સપાટી પર ઉતારવું તે સ્પેસ સાયન્સમાં સૌથી જોખમભર્યું કામ હોય છે, Perseveranceએ શુક્રવારે રાત્રે બે વાગ્યાને 25 મિનિટએ મંગળ ગ્રહની સપાટીને સ્પર્શ કર્યો, જેવું રોવર મંગળ ગ્રહની સપાટીને સ્પર્શી ત્યારે નાસામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો, તેને એક ઐતિહાસિક ઉપલબ્ધિ કહેવામાં આવે છે, તે સાથે જ અમેરિકા મંગળ ગ્રહ પર સૌથી વધુ રોવર મોકલનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બની ગયો છે.   

છ વ્હિલ ધરાવતું આ ઉપકરણ મંગળ ગ્રહ પર ઉતરીને માહિતી એકત્રિત કરશે અને એવા પહાડો પર જશે, જેની પાસે આ સવાલોનો જવાબ મળી શકે છે કે શું ક્યારેય આ લાલ ગ્રહ પર જીવન હતું, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ક્યારેય પણ મંગળ ગ્રહ પર જીવન રહ્યું હતું તો તે ત્રણથી ચાર અબજ વર્ષ રહેલા રહ્યું હશે,  જ્યારે મંગળ પર પાણી વહેતું હતું, વૈજ્ઞાનિકોને આશા છે કે રોવરથી દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાન સાથે સંકળાયેલા આ એક મુખ્ય સવાલનો જવાબ મળી શકે છે. 

નાસાએ રોવરની બીજી બાજુની એક તસવીર શેઅર કરી છે, નાસાનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ રોવરને મંગળની સપાટી પર ઉતારવા દરમિયાન 7 મિનિટનો સમય શ્વાસ થંભાવી દે તેવો રહ્યો કેમ કે આ સમયગાળા દરમિયાન Perseverance અંગે સ્પેસક્રાફ્ટ એન્ટ્રી કેપ્સ્યુલથી અલગ થયું.

લેંડરનું લેંડિંગ એટલું મુશ્કેલીભર્યું રહ્યું, તેનું અનુમાન તમે એજ વાત પરથી લગાવી શકો છો કે અહીં ખાડા, ધારદાર પહાડો, અને શિખરો હતા, જેનાથી બચવું સૌથી મોટો પડકાર રહ્યો હતો, જો અહીં લેંડર કોઇની સાથે અથડાયું હોત તો સંપુર્ણ મિશન નિષ્ફળ બન્યું હોત.