×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભોપાલ-દિલ્હી વંદેભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, આ વખતે આગ્રામાં 2 બારીના કાંચ તોડી નાખ્યાં

image  : Twitter /  representative  image 


ઉત્તર પ્રદેશના આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આગરા રેલ્વે વિભાગમાં ભોપાલથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનના કોચના કાચ તૂટી ગયા હતા. 

કયા સ્ટેશને બની આ ઘટના? 

રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, આગરા રેલ્વે ડિવિઝનના મનિયા અને જાજૌ સ્ટેશનો વચ્ચે ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી અને સી-7 કોચની સીટ નંબર 13-14ની બારીના કાચ તૂટી ગયા હતા. માહિતી મળતાં જ રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પીઆરઓએ આપી માહિતી 

આગ્રા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભોપાલથી નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.