×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભીમ આર્મી અને સપા વચ્ચે ના થયુ ગઠબંધનઃ ચંદ્રશેખરે કહ્યુ કે, અખિલેશને દલીતોની જરુર નથી


નવી દિલ્હી, તા. 15. જાન્યુઆરી 2022 શનિવાર

સમાજવાદી પાર્ટી અને દલિત નેતા ચંદ્રશેખર રાવણની ભીમ આર્મી વચ્ચે ચૂંટણી લડવા માટેની વાતચીત પડી ભાંગી છે.

આજે ચંદ્રશેખર રાવણે કહ્યુ હતુ કે, અમારી વચ્ચે જોડાણ થઈ શકયુ નથી.ઘણા મુદ્દા પર વાત થઈ હતી પણ બંને પાર્ટીઓ વચ્ચે સંમતિ બની નહોતી.જો સરકાર બની હોત તો પણ અમારા પ્રતિનિધિ તેમાં ના હોત.અખિલેશ યાદવ સામાજિક ન્યાયને સમજતા નથી.અમે ભાજપને રોકવા માંગીએ છે પણ અખિલેશ યાદવને દલિતોની જરુર નથી.અમને અપમાનિત કરવામાં આવ્યા છે.

ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, અખિલેશ યાદવનો આજ સુધી ફોન આવ્યો નથી.અમે એક મહિના સુધી તેમની સાથે વાતચીત કરી હતી.તેમણે નક્કી કરી લીધુ છે કે, દલિતોની નેતાગીરી ઉભી થવા દેવી નથી.અમે નક્કી કર્યુ છે કે, સમાજવાદી પાર્ટી સાથે હવે જોડાણ નહીં કરીએ.દલિત સમાજ પોતાની લડાઈ જાતે લડશે.

તેમણે કહ્યુ હતુ કે, ભાજપને રોકવા માટેના તમામ પ્રયાસો અમે કર્યા છે.અમે લોકોમાં વિશ્વાસ પેદા કર્યો છે.જોકે અખિલેશને લાગે છે કે, તેમને દલિત સમાજની જરુર નથી અને ગઠબંધનમાં દલિત સમાજને તેઓ જોવા માંગતા નથી.