×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાવનગરમાં H3N2નો પ્રથમ કેસ નોંધાયો, શહેરમાં તાવ, શરદી અને ઉધરસના 750 કેસ

Image : pixabay

અમદાવાદ, 15 માર્ચ 2023, બુધવાર

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સીઝનલ ફ્લૂ H3N2ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક કેસ ભાવનગમાં નોંધાયો છે. આ કેસ આવતા જ ભાવનગર શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયુ છે. 

ભાવનગરમાં તંત્ર હરકતમાં આવ્યુ 

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી શરદી, તાવ અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. રાજ્યમાં અચાનક આવેલા વાતાવરણમાં પરીવર્તનથી વાયરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થયો છે. આજે રાજ્યમાં વધુ એક H3N2 કેસ નોંધાયો હતો. ભાવનગરમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયુ હતું. આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. શહેરના ત્રણ મહિલા દર્દી અને એક પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક નવા વાયરસ H3N2ના ઝપટમાં આવી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગઈકાલે વડોદરામાં મહિલાનું મોત થયુ હતું

વડોદરામાં રહેતા 58 વર્ષીય એક મહિલાને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો દેખાયા હતા ત્યારબાદ તેની સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાનું સારવાર દરમિયાન જ મોત થયુ હતું. આ મહિલા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી હતી. રાજ્યમાં એસએસજી હોસ્પિટલમાં નવા વાયરસના પ્રથમ મોતના બનાવ બનતા તંત્ર એક્શનમાં આવી ગયુ હતું.