×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારે વરસાદ: અમદાવાદ-મુંબઈ હાઈ વે બંધ કરાયો


- વડોદરાના કંદારી ગામે 35 લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું 

અમદાવાદ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. 

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં  અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે  નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કલેક્ટરે સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઈવે પરનો પ્રવાસ ટાળવાનો અનુરાધ કર્યો છે. 


વડોદરાના કંદારી ગામે 35 લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 15 મહિલાઓ (બે સગર્ભા મહિલાઓ), 18 બાળકો, બે દર્દીઓનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.

કરજણ ડેમ ઓવરફ્લો: