×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત સુરક્ષાના બેવડા માપદંડ નહીં ચલાવે, વિદેશમંત્રી ખાલિસ્તાનીઓના દેખાવો અંગે બ્રિટન પર વરસ્યા

image : Twitter


બ્રિટનમાં ભારતીય હાઈકમિશન પરથી ભારતીય તિરંગો હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખાલિસ્તાન તરફી દેખાવકારોની ઘટના અંગે કડક વલણ અપનાવતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સુરક્ષાના જુદા જુદા માપદંડો નહીં સ્વીકારે. તેમણે બ્રિટન પર હાઈકમિશનના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પૂરી ન કરવાનો આરોપ પણ લગાવ્યો, જેની અપેક્ષા એ દેશથી રાખવામાં આવે છે જ્યાં હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ આવેલ હોય છે. 

રાજદ્વારીનું રક્ષણ કરવાની બ્રિટનની જવાબદારી

બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે ધ્વજ અને હાઈ કમિશનની સુરક્ષા અંગેની એ દેશની જવાબદારી છે કે કોઈ રાજદ્વારીને તેનું કામ કરવા માટે સુરક્ષા પ્રદાન કરે. તેમણે કહ્યું કે તેઓ જ્યાં સ્થિત છે તે દેશની જવાબદારી છે કે તેઓ એમ્બેસી અથવા હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ અને તેમના પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ જવાબદારીઓ પૂરી થતી દેખાઈ રહી નથી. 

હાઈ કમિશનમાં સુરક્ષા વ્યવસ્થા સારી નથી

યુકેમાં રાજદ્વારીઓ અને ભારતીય વિદેશીઓને ધમકીઓના મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે જે દિવસે બદમાશો હાઈ કમિશનની સામે એકઠા થયા હતા તે દિવસે હાઈ કમિશનમાં સુરક્ષા વ્યવસ્થા અપેક્ષિત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા દેશો સુરક્ષાને લઈને ઘણા બેદરકાર છે. તેમની પોતાની સુરક્ષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અલગ છે અને અન્યોની સુરક્ષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અલગ છે, પરંતુ એક વિદેશમંત્રી  તરીકે હું તમને કહી શકું છું કે અમે આવા અલગ-અલગ ધોરણોને સ્વીકારવાના નથી.