×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત સહિત દુનિયાભરમાં Whatsapp, Instagram અને Facebookની સર્વિસ 45 મિનિટ માટે થઇ ઠપ

નવી દિલ્હી, 19 માર્ચ 2021 શુક્રવાર

સોશિયલ મીડિયા એપ વોટ્સએપ લગભગ અડધો કલાક ડાઉન રહ્યું. આનાથી વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી ઉભી થઈ. યુઝર્સ સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરી શકતા ન  હતા. આ સિવાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પણ થોડા સમય માટે ઠપ રહ્યું. આ સમસ્યા તેમનું સર્વર ડાઉન થવાને કારણે સર્જાઇ હતી. જો કે ફરીથી સર્વિસ ચાલું થતા યુઝર્સે રાહતનો શ્વાસ લીધો.

વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ઠપ થઇ જતાં ભારત સહિત દુનિયાનાં વિવિધ દેશોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. લોકો તેમના મેસેજ ટ્વીટર પર લખવા લાગ્યા છે. અને ટ્વીટર પર #whatsappdown અને #instagramdown ટ્રેન્ડ કરવા લાગ્યું છે, લોકો વિવિધ પ્રકારનાં મીમ શેઅર કરવા લાગ્યા.

ફેશબુક મેસેન્જર પરથી પણ મેસેજ કરી શકાતા નથી, WhatsApp પર પણ મેસેજ નથી જતા, જો કે આ બંને એપ્સ ઓપન થઇ રહી છે, ફેશબુક અને ઇન્સ્ટાગ્રામની ન્યુઝ ફિડ પણ બંધ થયું હતું. 

ભારતમાં ફેશબુકની આ તમામ એપ્સમાં સમસ્યા ભારતીય સમયાનુસાર રાત્રે 11.05 મિનિટથી શરૂ થઇ, જો કે કંપનીએ આ સમસ્યા અંગે સ્ટેટમેન્ટ આપ્યું નથી.

WhatsApp અને આ પ્રકારની સર્વિસીઝ ડાઉન થવાથી સાઇબર ક્રાઇમનું જોખમ પણ વધે છે, એટલું જ નહીં ઘણી વખત સાયબર એટેકનાં કારણે પણ સર્વિસીઝ ડાઉન થાય છે, આ વખતે આવું કે શું તે સ્પષ્ટ થઇ શક્યું નથી.