×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત-બ્રિટન વચ્ચે 1 અબજ પાઉન્ડના કરાર : UK PM બોરિસ જોન્સનની જાહેરાત

અમદાવાદ,તા.21 એપ્રિલ 2022,ગુરૂવાર

બ્રિટનના વડાપ્રધાન ગુરૂવારે 2 દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. 21મી એપ્રિલે બોરિસ જોન્સન અમદાવાદ આવી પહોંચ્યા છે. ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બ્રિટિશ પ્રથમ અમદાવાદથી તેમના પ્રવાસની શરૂઆત કરવા જોવા મળ્યાં છે. જોન્સને ભારત-બ્રિટનના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે 1 અબજ પાઉન્ડના કરારની જાહેરાત કરી છે.

જોન્સને ભારત અને બ્રિટનમાં બંને દેશોમાં રોકાણના પ્રસ્તાવો રજૂ કરીને કુલ 1 અબજ બ્રિટશ પાઉન્ડના કરારની જાહેરાત અમદાવાદ ખાતે કરી છે.