×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત બાયોટેકે COVAXINના ત્રીજા તબક્કાની ટ્રાયલનું રિઝલ્ટ જાહેર કર્યુ, 81% અસરકારક

નવી દિલ્હી, તા. 3 માર્ચ 2021, બુધવાર

ભારત બાયોટેકે બુધવારે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના ડેટા જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ત્રીજા તબક્કાની ટ્રાયલમાં કોવેક્સિન 81 ટકા અસરદાર સાબિત થઇ છે. ઉલ્લેખનીય છે કે કોવેક્સિન વેક્સિનને સરકારે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પતાની સાથે જ તેના પર સાવલો ઉભા થયા હતા. તેનું કારણ હતું કે કોવેક્સિનને જ્યારે મંજૂરી મળી ત્યારે હજું તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલું હતી અને તેનો ડેટા પણ જાહેર નહોતો કરાયો. 

ત્યારે હવે ભારત બાયોટેકે ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર કરીને તમામ સવાલો પર પુર્ણવિરામ મુકી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોવેક્સિનનો ઉપયોગ અત્યારે દેશમાં થઇ રહેલા કોરોના રસીકરણ માટે પણ થઇ રહ્યો છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિન રસીનો પહેલો ડોઝ લીધો છે.

ભારત બાયેટેકે કહ્યું કે 25800 લોકો પર ટ્રાયલ કર્યા બાદ આ ડેટા ઉપલબ્ધ થયો છે. જેની અંદર રસીના પ્રભાવી હોવાના પ્રમાણ છે. વેક્સિનનું ટ્રાયલ ICMR સાથે મળીને કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે આ રસીનો બીજો ડોઝ આપ્યા બાદ લોકોમાં તેનો સારો પ્રભાવ જોવા મળ્યો છે.આ બધા ટ્રાયલના પરિણામો પરથી સાબિત થયું છે કે આ રસી કોરોના વાયરસ રોકવામાં 81% કારગર છે. 

સાથે જ એવું પણ જણાવ્યું કે વેક્સિન કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક છે. ભારત બાયોટેકે જણાવ્યુ કે અત્યાર સુધીમાં વિશ્વના 40 દેશોએ કોવેક્સિન લેવામાં રસ દાખવ્યો છે.