×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત જોડો યાત્રા સ્ટૉપ! આ કારણસર અટવાઈ, હવે 27 જાન્યુ.થી શરૂ થશે

image : Twitter

નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ શરૂ કરાયેલી ભારત જોડો યાત્રા અંતિમ તબક્કામાં છે ત્યારે તેને જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન બુધવારે ખરાબ વાતાવરણ વચ્ચે શરૂ થયેલી યાત્રાને થોડીકવાર માટે અટકાવવી પડી હતી પરંતુ એ જ ક્ષેત્રમાં ભૂસ્ખલનના અહેવાલ આવતા યાત્રાને 26 જાન્યુઆરી સુધી અટકાવી દેવાની જાહેરાત કરાઈ હતી. હવે આ યાત્રા 27 જાન્યુઆરીથી શરૂ થશે. યાત્રામાં આજે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પણ રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. 

યાત્રા આગામી 27 જાન્યુઆરીએ સવારના 8 વાગ્યાથી ફરી શરૂ કરાશે

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જયરામ રમેશે લખ્યું કે ખરાબ હવામાન સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે રામબન અને બનિહાલમાં ભારત જોડો યાત્રાનો બપોરનો તબક્કો રદ કરાયો છે. હવે આ યાત્રા આગામી 27 જાન્યુઆરીએ સવારના 8 વાગ્યાથી ફરી શરૂ કરાશે.

30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન શ્રીનગરમાં કરાશે

ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રાનું અભિયાન 131માં દિવસમાં પ્રવેશી ગયું છે. ચાલુ મહિને 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન શ્રીનગરમાં કરાશે. કન્યાકુમારીથી શરુ કરાયેલી આ યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં છે. તેને હવે ૫ જ દિવસ બાકી રહ્યા છે. જમ્મુના રવાલ મંડી વિસ્તારમાં વિસ્ફોટ બાદથી રાહુલ ગાંધીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.