×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત-ચીન હાઈપરસોનિક ટેકનોલોજીમાં અમેરિકાથી આગળ


- અમેરિકાની આર્મ્ડ સર્વિસ કમિટીના વડા સેનેટર જેક રીડનું નિવેદન

- હાઈપરસોનિક ટેક્નોલોજીથી સજ્જ મિસાઈલની ઝડપ અવાજથી પાંચ ગણી વધુ એટલે કે કલાકના 6,500 કિ.મી.જેટલી હોય છે

- હવે સ્પર્ધા માત્ર અમેરિકા-રશિયા વચ્ચે જ નથી, હરીફાઈમાં ભારત અને ચીનને પણ ગણતરીમાં લેવા પડશે 

વૉશિંગ્ટન : એક તરફ ભારતે ભૂલથી પાકિસ્તાનમાં સુપરસોનિક મિસાઈલ છોડી દીધી હતી. બીજી તરફ બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું. એ દરમિયાન અમેરિકાના આર્મ સર્વિસ કમિટીના વડા જેક રીડે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે હવે સુપરસોનિક ટેકનોલોજીમાં અમેરિકાની મોનોપોલી રહી નથી. આ ક્ષેત્રમાં હવે ચીન, ભારત અને રશિયા અમેરિકા કરતાં આગળ વધી ગયા છે. અમેરિકાએ ટેકનોલોજી અપડેટ કરવાની જરૂર છે. આ ક્ષેત્રમાં અમેરિકાની સ્પર્ધા હવે માત્ર રશિયા સાથે નથી, પરંતુ ચીનને પણ ગણતરીમાં લેવું પડશે.

અમેરિકાના એક ટોચના સાંસદ જેક રીડે કહ્યું છે કે સુપરસોનિક એડવાન્સ ટેકનિકલ ક્ષેત્રમાં હવે અમેરિકા તેટલું પ્રભાવશાળી રહ્યું નથી.બીજી તરફ રશિયા, ચીન અને ભારતે તે ક્ષેત્રમાં ઘણી જ પ્રગતિ કરી છે. આર્મ સર્વિસ કમિટીના અધ્યક્ષ જેક રીડે કહ્યું હતું કે આપણે તેવી સ્થિતિમાં મુકાઈ ગયાં છીએ કે જ્યારે આપણે ટેકનિકલ ક્ષેત્રે સુધારા કરવા પડશે. સમય તેવો પણ હતો કે સુપરસોનિક ટેકનિક ક્ષેત્રે આપણું વર્ચસ્વ હતું પરંતુ, હવે તેવું નથી રહ્યું. હાઈપરસોનિક ક્ષેત્રે રશિયા, ચીન અને ભારતે ઘણી પ્રગતિ સાધી છે.

તેમણે કહ્યું હતું કે આપણે દુનિયાના ઇતિહાસમાં પહેલી જ વાર ત્રિપક્ષીય પરમાણુ સ્પર્ધાનો સામનો કરી રહ્યાં છીએ, હવે તે સ્પર્ધા દ્વિપક્ષીય નથી રહી. મુકાબલો હવે સોવિયેત સંઘ કે અમેરિકા વચ્ચે જ નથી રહ્યો હવે મુકાબલો ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે છે. એક સંરક્ષણ અધિકારીની પોસ્ટ માટે કવાયત ચાલતી હતી ત્યારે આ મુદ્દે વાતચીત થઈ હતી. ઉચ્ચ ડિફેન્સ અધિકારી ડૉ. વિલિયમ લેપલેટને ઉપસચિવ બનાવવાના ઈન્ટરવ્યૂના ભાગરૂપે સેનેટર જેક રીડે પૂછ્યું હતું કે અમેરિકા આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધશે. 

જો તમે ઉપસચિવ બનશો તો આ મુદ્દે શું સલાહ આપશો? લેપલેટે કહ્યું હતું કે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી  લઈને પ્રાથમિકતા આપવામાં આવશે અને તે બાબતે આખી સિસ્ટમમાં ફેરફાર કરવાની દિશામાં વિચારાશે.

ચીન ભારત અને રશિયા તથા અમેરિકા સહિત કેટલાયે દેશો હાઈપર સોનિક ટેકનોલોજી એડવાન્સ કરવામાં વ્યસ્ત છે. 

થોડા સમય પહેલાં અમેરિકાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ઉપાધ્યક્ષ જનરલ જ્હોન હાઈટેને કહ્યું હતું કે ચીન કોઈ પણ દિવસે અમેરિકા ઉપર અચાનક અણુ-હુમલો કરી શકે તેમ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીની હાઈપર સોનિક મિસાઇલે સમગ્ર દુનિયાનું ચક્કર લગાવી દીધું છે.

હાઈપર સોનિક મિસાઇલ, એક સુપર એડવાન્સ મિસાઇલ છે. જે ધ્વનિની ગતિ કરતાં ઓછામાં ઓછું પાંચગણી ગતિએ જાય છે, તેની ઝડપ કલાકના ૬,૫૦૦ કી.મી.ની છે. તેની ગતિ અને દિશામાં પણ ફેરફાર થઇ શકે છે તે ફેરફાર પણ એટલા ઝડપી અને ચોક્કસ રીતે થાય છે કે તેને ટ્રેક કરી તોડી પાડવું અસંભવ સમાન બની રહે છે.