×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત અને રશિયા દ્વિપક્ષીય વેપાર પર વાતચીત કરશે, બંને દેશો વચ્ચે આજે IGCની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

Image : Twitter

યુક્રેન યુદ્ધના કારણે દબાણનો સામનો કરી રહેલું રશિયા ભારત સાથેના સંબંધો વધુ મજબૂત કરવા માંગે છે. ભારત-રશિયા આંતર-સરકારી આયોગની બેઠક માટે રશિયાના નાયબ વડા પ્રધાન અને ઉદ્યોગ અને વેપાર પ્રધાન ડેનિસ મન્ટુરોવ નવી દિલ્હી પહોચ્યા હતા. તેણે નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને અને ભારતીય વેપારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આજે બંને દેશો વચ્ચે IGC બેઠક યોજાશે.

રશિયાના નાયબ વડા પ્રધાને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે IGCએ વિવિધ વિભાગો અને સંગઠનોની ભાગીદારી સાથે સ્થાનિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા માટે એક સિસ્ટમ છે. આ અંતર્ગત માત્ર વેપાર અને આર્થિક સંબંધો વિશે જ નહીં પરંતુ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા માનવ વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવશે.

ભારત અને રશિયા વચ્ચે વ્યાપારની સહમતિ બની

રશિયન પ્રતિનિધિ મંડળે માહિતી આપી હતી કે રોકાણને પ્રોત્સાહન આપવા માટે ક્લસ્ટર પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. આ સંયુક્ત પ્રોજેક્ટના અમલીકરણમાં મદદ કરશે. આનાથી પ્રાધાન્યતા ઉત્પાદનોના વિકાસ અને ઉત્પાદન, પાઇલોટ બેચ માટે સબસિડી અને અન્ય સુવિધાઓ માટે સરળ લોન ઉપલબ્ધ કરાશે. બંને દેશોના બજારોમાં ઉત્પાદનોની પરસ્પર પહોંચ વધારવાના મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો છે. આ સિવાય રશિયા યુરેશિયન ઈકોનોમિક કમિશન સાથે મળીને ભારત સાથે મુક્ત વ્યાપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ કરવાની કવાયતમાં લાગેલું છે. આ ઉપરાંત દ્વિપક્ષીય રોકાણ સંરક્ષણ કરારનો પ્રસ્તાવ જે બંને દેશોમાં એકબીજાના રોકાણને પ્રોત્સાહન અને રક્ષણ આપશે. રશિયાએ ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરને વધુ સારી રોકાણ સુવિધાઓ સાથે આમંત્રણ આપ્યું છે.