×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે સીરીઝનો પ્રથમ વનડે, વિરાટ વધુ એક રેકોર્ડથી નજીક

Image : Screen Grab BCCI Official 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષથી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે સતત હારનો બદલો લેશે. આ સાથે જ ન્યુઝીલેન્ડ આ ફોર્મેટમાં ભારત સામેની જીતની ઝુંબેશને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારતે વેલિંગ્ટનમાં 3 ફેબ્રુઆરી 2019ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડે મેચ જીતી હતી.

વિરાટ કોહલી વધુ એક રેકોર્ડથી નજીક

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વધુ એક રેકોર્ડથી નજીક છે.  વિરાટ કોહલી પાસે 25,000 ઈન્ટરનેશનલ રન બનાવવાની તક છે. તે આ રેકોર્ડથી માત્ર 119 રન દૂર છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે વર્ષની પ્રથમ વનડે શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતે છેલ્લી ODIમાં શ્રીલંકાને રેકોર્ડ 317 રનથી હરાવ્યું હતું. વનડે ઈતિહાસમાં આ સૌથી મોટી જીત છે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ જીતશે તો તે છેલ્લા 13 વર્ષમાં 23મી ઘરઆંગણે વનડે સીરીઝ જીતશે.

ભારત-ન્યુઝીલેન્ડ સીરીઝનો કાર્યક્રમ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18મી જાન્યુઆરીએ હૈદરાબાદમાં પ્રથમ વનડે મેચ રમાનાર છે. આ બાદ બીજી વનડે મેચ રાયપુરમાં 21મી જાન્યુયારીએ રમાશે. સીરીઝનો છેલ્લો મેચ 24મી જાન્યુઆરીએ ઈંદોરમાં રમાશે. આ વનડે સીરીઝ બાદ  ત્રણ મેચોની ટી20 સીરીઝ પણ રમાશે. 

મેચમાં આ રેકોર્ડ તુટી શકે છે

શુભમન ગિલ પાસે સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાની તક. આ રેકોર્ડ કોહલી-ધવનના નામે છે. બંનેએ 24-24 ઇનિંગ્સમાં એક હજાર વનડે રન બનાવ્યા છે. શુભમન ગિલના 894 રન છે અને તેણે માત્ર 18 ઇનિંગ્સ રમી છે.

વિલિયમ્સન-સાઉથી વગર ઉતરશે કીવી ટીમ 

ન્યૂઝીલેન્ડની ટીમ 13 વર્ષ પછી વનડેમાં કેન વિલિયમસન અને ટિમ સાઉથી વગર જ મેદાનમાં ઉતરશે. આવી ઘટના છેલ્લે ડિસેમ્બર 2010માં બની હતી.

ભારતને નંબર-1 બનવાની તક 

જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને આ સીરીઝમાં શ્રીલંકાની જેમ જ 3-0થી ક્લીન સ્વીપ કરે તો તે ODI રેન્કિંગમાં નંબર-1 પર આવી જશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને બોલરો પર રહેશે નજર. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં લઈ આ સીરીઝ પણ ખુબ મહત્વપુર્ણ છે.

બંને ટીમની સંભવીત પ્લેયિંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ/યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડ્વેન કોનવે, માર્ક ચેપમેન/હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (સી), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, ડગ બ્રેસવેલ/જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન.