×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત અને ચીન વચ્ચેની મેકમોહન લાઈનને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે અમેરિકાએ આપી માન્યતા


અમેરિકાએ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન લાઇનને આંતરરાષ્ટ્રીય સીમા તરીકે માન્યતા આપી છે. અમેરિકા દ્વિપક્ષીય સેનેટના ઠરાવ મુજબ અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે. મેકમોહન લાઇનએ ભારત અને ચીન 3,488 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. આ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. તે ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે પશ્ચિમી ક્ષેત્ર એટલે કે જમ્મુ-કાશ્મીર, મધ્ય ક્ષેત્ર એટલે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વી ક્ષેત્ર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.

અમેરિકા માટે આ ક્ષેત્રમાં રહેલા વ્યૂહાત્મક ભાગીદારી માટે ભારત મહત્વ

અમેરિકા સેનેટે બીલમાં કહ્યું હતું કે, "એવા સમયે જ્યારે ચીન મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે ખતરો ઉભું કરી રહ્યું છે, ત્યારે અમેરિકા માટે આ ક્ષેત્રમાં રહેલા વ્યૂહાત્મક ભાગીદારો એમાં પણ ખાસ કરીને ભારત સાથે ખભેથી ખભા મિલાવીને ઊભા રહેવું મહત્વપૂર્ણ છે." 


ચીન દ્વારા નિયંત્રણ રેખા પર બદલવા માટે સૈન્ય આક્રમણએ નિંદા યોગ્ય : અમેરિકા 

ગઈકાલે દ્વિપક્ષીય ઠરાવમાં અમેરિકાએ કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે સ્પષ્ટપણે માન્યતા આપવા માટે સેનેટના સમર્થનને માન્યતા આપે છે, ચીન દ્વારા નિયંત્રણ રેખા પર બદલવા માટે સૈન્ય આક્રમણએ નિંદા યોગ્ય છે. તેમજ ફ્રી અને ઓપન ઈન્ડો-પેસિફિકના સમર્થનમાં ક્વાડ યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત કરશે. 

ચીનની આક્રમક અને વિસ્તરણવાદી નીતિઓને અમેરિકાએ નકારી 

ભારત અને ચીન વચ્ચે છેલ્લા છ વર્ષથી પૂર્વીય ક્ષેત્રમાં નિયંત્રણ રેખાને લઈ ચાલી રહેલા વિવાદો વચ્ચે અમેરિકા દ્વારા ફરી એક વખત ભારતના પક્ષમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ મેકમોહન લાઈનને ચીન અને ભારતીય રાજ્ય વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા તરીકે માન્યતા આપી છે. આ ઠરાવ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના દાવાને પણ અયોગ્ય ઠેરવે છે કે અરુણાચલ પ્રદેશ PRCનો હિસ્સો છે, જે PRCની વધુને વધુ આક્રમક અને વિસ્તરણવાદી નીતિઓનો એક ભાગ છે.

અમેરિકાએ ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશને ભારતીય પ્રજાસત્તાકના ભાગ તરીકે જુએ

આ ઠરાવથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકાએ ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશને ભારતીય પ્રજાસત્તાકના ભાગ તરીકે જુએ છે અને સમાન વિચારધારા ધરાવતા આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સાથે સાથે, આ પ્રદેશમાં સમર્થન અને સહાયતા વધારવા માટે અમેરિકા તત્પર તૈયાર છે.