×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે વેક્સીન મોકલવામાં દાખવેલી ઉદારતા ભુલાય તેવી નથીઃ ઓસ્ટ્રેલિયાના પીએમ


કૅનબેરા, તા. 7 મે 2021, શુક્રવાર

ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને પીએમ મોદી વચ્ચે કોરોના સંકટને લઈને ફોન પર વાતચીત થઈ છે.

આ વાતની જાણકારી ખુદ સ્કોટ મોરિસને આપી હતી અને કહ્યુ હતુ કે, મારા મિત્ર પીએમ મોદી સાથે હમણાં વાત થઈ છે. તેમણે કોવિડના સંકટ સમયે ભારત સાથે ઉભા રહેવા બદલ ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો છે. અમે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપીને ભારતનો સહયોગ કરી રહ્યા છે. અમે વેક્સીન આપવાની ભારતની ઉદારતા ભુલી શકીએ તેમ નથી. વૈશ્વિક પડકારો સામે બંને દેશ ભેગા મળીને કામ કરશે.

ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે.રોજ ચાર લાખ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે તેવામાં ભારતને મદદ કરનારા દેશોમાં ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે.

બે દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પાયનેએ કહ્યુ હતુ કે, આ મુશ્કેલ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ભારતની સાથે છે. આ સાથે તેમણે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ખેપ વિમાનમાં લોડ થઈને ભારત પહોંચી રહી હોવાની જાણકારી પણ આપી હતી.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસે પોતાના ટ્વિટમાં ઓસ્ટ્રેલિયાનો મદદ બદલ આભાર માન્યો હતો.