×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય વાયુસેનાને નવું શક્તિશાળી ‘અસ્ત્ર’ મળશે, 160 કિમી ક્ષમતા વાળી અસ્ત્ર મિસાઇલનું આ વર્ષે પરીક્ષણ થશે

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી, સોમવારચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેના વધારે શક્તિશાળી બનવા જઇ રહી છે. ભારતીય વાયુસેના જલ્દી અસ્ત્ર માર્ક 2 હવાથી હવામાં પ્રહાર કરવા વાળી મિસાઇલનું ટ્રાયલ કરશે. આ મિસાઇલ દુશ્મનો પર તેમના ઘરમાં 160 કિમી ઘુસીને પ્રહાર કરશે.અસ્ત્ર માર્ક 2ની વધારેલી રેન્જ બાદ હવાઇ યુદદ્ધમાં જ્યાં એક તરફ ભારતીય વાયુસેનાની મારક ક્ષમતા વધશે તો બીજી તરફ વિરોધીઓની સરખામણીમાં આ મિસાઇલ વાયુસેનાને વધારે સક્ષમ બનાવશે. બાલાકોટ હવાઇ હૂમલાના એક દિવસ બાદ 26 ફેબ્રુઆરી 2019ના દિવસે આ વસ્તુ જોવા મળી હતી. સરકારી અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે વર્ષના પહેલા છ મહિના બાદ અસ્ત્ર મિસાઇલનું ટ્રાયલ શરુ થશે. અમે આશા રાખીએ છીએ કે આ મિસાઇલ 2022ના વર્ષ સુધીમાં તૈયાર થઇ જશે. પૂર્વ સેન્ટ્રલ યર કમાન્ડર એયર માર્શલ એસબીપી સિન્હાએ જણાવ્યું કે એવી આશા થે કે આવનારી પેઢીની મિસાઇલ આવતા વર્ષના અંત સુધીમાં ઓપરેશનલ થઇ જશે. અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેજ એયર ટૂ એયર મિસાઇલ છે, જેની ઝડપ અવાજ કરતા પણ ચાપર ગણી વધારે છે. દિવસે કે રાત્રે ગમે ત્યારે આ મિસાઇલનો ઉપયોગ કરી શકાય છે. વર્તમાન સમયે આમિસાઇલની રેન્જ 100 કિલોમીટર છે. જેને મોઘીં કિમત ઉપર રશિયા, ફ્રાન્સ, ઇઝરાયલથી આયાત કરવામાં આવે છે.