×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય મૂળના અમેરિકને બીજા ભારતીયને 'ડર્ટી હિન્દુ' કહેતા વિવાદ

ભારતીય મૂળના અમેરિકન નાગરિકે અન્ય ભારતીય નાગરિક સાથે ગેરવર્તન કર્યું હતું અને વંશીય ટીપ્પણી કરી હતી. એ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.અમેરિકાના કેલિફોર્નિયાની એક રેસ્ટોરન્ટમાં ભારતીય મૂળના અમેરિકન તેજિન્દર સિંહે ભારતના જ એક નાગરિક કૃષ્ણન જયરામન સાથે વંશીય ગેરવર્તન કર્યું હતું. તેજિન્દર સિંહે કે. જયરામનને ડર્ટી હિન્દુ કહેતા વિવાદ સર્જાયો છે. એ વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. વીડિયો વાયરલ થયા બાદ કેલિફોર્નિયાની પોલીસે તેજિન્દર સિંહ સામે વંશીય ભેદભાવ અને જાહેરશાંતિ ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો હતો.વીડિયો ખુદ પીડિતે બનાવ્યો હતો. એ દરમિયાન બે વખત આરોપી તેજિન્દર સિંહ પીડિત કે. જયરામન પર થૂંક્યો હતો. એણે હિન્દુઓ ઉપર વિવાદાસ્પદ ટીપ્પણી કરીને કહ્યું હતું કે તમે હિન્દુઓ શરમજનક છો. એટલું જ નહીં, એ દરમિયાન તેજિન્દર સિંહ હિન્દુઓ માટે અપશબ્દો બોલતો પણ સંભળાય છે. આઠ મિનિટના વીડિયોમાં આરોપીએ અંગ્રેજી અને પંજાબી ભાષામાં ભારતીય મૂળના નાગરિકને ગાળો આપી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અંગે પણ એ વીડિયોમાં આરોપીએ ખરાબ શબ્દો કહ્યા હતા. તેજિન્દરે પીડિત કે. જયરામને ધમકી આપતા કહ્યું હતું કે બીજી વખત તે આ વિસ્તારમાં દેખાવો ન જોઈએ. જે રેસ્ટોરન્ટમાં આ ઘટના બની હતી એના એક કર્મચારીએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. આરોપીની ધરપકડ કરવાની માગણી સોશિયલ મીડિયામાં અમેરિકન હિન્દુસમાજે કરી હતી.