×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય પ્રવાસીઓની આ દેશમાં "નો એન્ટ્રી", કોરોનાનાં વધતા કેસનાં લીધે ભારત રેડ લિસ્ટમાં

લંડન, 19 એપ્રિલ 2021 સોમવાર

બ્રિટનમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે યુકેએ ભારતને લાલ યાદીમાં મૂકી દીધું છે. આને કારણે, હવે પછીના ઓર્ડર સુધી ભારતીયોની એન્ટ્રી બ્રિટનમાં થઈ શકશે નહીં. જો કે, ભારત તરફથી યુકે અથવા આઇરિશ નાગરિકત્વ ધરાવતા લોકો માટે પ્રવેશ ઉપલબ્ધ રહેશે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસે સોમવારે તેમનો સૂચિત ભારત પ્રવાસ રદ કર્યો હતો. આ પછી હવે ભારતને લઈને સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ભારત પહેલાં, પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોને બ્રિટન દ્વારા રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

બ્રિટનના આરોગ્ય પ્રધાન મૈટ હેનકોકે કહ્યું કે ભારતને રેડ લિસ્ટેડ દેશોની યાદીમાં મૂકવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત બ્રિટનમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, બ્રિટીશ અને આઇરિશ નાગરિકત્વ ધરાવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે નહીં. પરંતુ આવા લોકોએ સરકાર દ્વારા નક્કી કરેલી ક્વોરેન્ટાઇન હોટલોમાં 10 દિવસ રોકાવું પડશે.

આઇસોલેશનની આ અવધિ પૂરી કર્યા પછી જ આ લોકો તેમના ઘરે પાછા ફરી શકશે. ઉલ્લેખનિય છે કે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જોહ્ન્સને પણ ભારત પ્રવાસ રદ કર્યો છે. તેમણે બીજી વખત તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. અગાઉ, તેઓ મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિનની પરેડમાં હાજરી આપવાના હતા, પરંતુ કોરોનાના વધતા જતા કેસોના કારણે તેમણે તેમનો ભારત પ્રવાસ મોકૂફ રાખવો પડ્યો હતો.