×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય નૌકાદળની શાન રહેલું યુદ્ધ જહાજ INS વિરાટ તોડવા પર સુપ્રીમની રોક

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એકક્રફ્ટા કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. એનવિટેક મરીન કંસલ્ટેંટ્સ લિમિટેડ નામની કંપનીએ આ જહાજને 100 કરોડમાં ચુકવીને તેને સંગ્રહાલય તરીકે સંરક્ષિત કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, INS વિરાટ ભાવનગરના શ્રીરામ ગૃપે ખરીદ્યું હતું. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાલ તો સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર રોક લગાવી છે.

INS વિરાટને ભારતે વર્ષ 1987માં બ્રિટિશ રોયલ નેવી પાસેથી ખરીદ્યું હતું. એ સમયે વિરાટનું નામ HMS હર્મેસ હતું અને બ્રિટિશ નૌસેનામાં 25 વર્ષ પસાર કરી ચુક્યું હતું. અર્જેન્ટિના સામેના ફોકલેન્ડ યુદ્ધમાં INS વિરાટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વિરાટનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે સેવા આપવા માટે નોંધાયેલું છે.