×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય નેવી માટે પણ રાફેલ વર્ઝન કેમ પસંદ કર્યું?, ડસોલ્ટ એવિએશને આપ્યુ આ મહત્વનું કારણ


ભારત સરકારે ભારતીય નૌકાદળને નવીનતમ જનરેશનના ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવલ રાફેલની પસંદગીની જાહેરાત કરી હતી. ભારતીય નૌકાદળના 26 રાફેલ આખરે સેવામાં રહેલા 36 રાફેલ સાથે જોડાશે. ડસોલ્ટ એવિએશને આ માહિતી આપી હતી.

ડસોલ્ટ એવિએશને માહિતી આપી કે ભારતમાં આયોજિત સફળ પરીક્ષણ અભિયાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન નેવલ રાફેલે દર્શાવ્યું હતું કે તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ આવશ્યકતાઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે અને તેના એરક્રાફ્ટ કેરિયર્સની વિશિષ્ટતાઓ માટે સારી રીતે અનુકૂળ છે.

ડિફેન્સ ડિલને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી

આ પહેલા 13 જુલાઈના રોજ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલએ આ ડિફેન્સ ડીલને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ભારતીય નૌકાદળ માટે વધારાની ત્રણ સ્કોર્પિન-ક્લાસ સબમરીન સાથે 22 રાફેલ એમ અને ચાર ટુ-સીટર ટ્રેનર વર્ઝન સહિત 26 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ DACના અધ્યક્ષ છે. DACએ સંરક્ષણ મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે જે સંરક્ષણ પ્રાપ્તિ અંગે નિર્ણયો લે છે. 

શા માટે ભારતને રાફેલ-એમ ખરીદવાની જરૂર હતી

ભારતીય નૌકાદળને ડીલ મુજબ ચાર ટ્રેનર એરક્રાફ્ટ સાથે 22 સિંગલ-સીટેડ રાફેલ સી પ્લેન મળશે. નૌકાદળ આ ફાઇટર જેટ અને સબમરીનને તાત્કાલિક હસ્તગત કરવા માટે દબાણ કરી રહ્યું હતું કારણ કે સમગ્ર દેશમાં સુરક્ષા પડકારોને પગલે તેઓ અછતનો સામનો કરી રહ્યા હતા. ભારતીય નૌકાદળ સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને વિક્રાંત પર તૈનાત કરવા માટે જૂના મિગ-29ને બદલવા માટે યોગ્ય ફાઇટર એરક્રાફ્ટ શોધી રહી હતી.

આ વિમાનો રાફેલની ટક્કરમાં હતા

નેવીએ લાંબી પ્રક્રિયા બાદ બોઇંગ એફ-એ-18 સુપર હોર્નેટ અને ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિએશનના રાફેલ એમ એરક્રાફ્ટની ખરીદી માટે વિચારણા કરી હતી. બાદમાં રાફેલ એમ ખરીદવામાં સફળ રહ્યું હતું. એરક્રાફ્ટ કેરિયર્સ INS વિક્રમાદિત્ય અને વિક્રાંત મિગ-29 ઓપરેટ કરી રહ્યા છે અને બંને કેરિયર્સ પર ઓપરેશન માટે રાફેલ જરૂરી છે.