×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, હવે ટેસ્ટમાં પણ બની નંબર વન



અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમે એક ઈતિહાસ રચ્યો છે. આજે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફેર્મેટમાં પહેલા નંબર પર પહોંચી ગઈ છે. આજે ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ છે કારણકે આજે ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટના રેન્કિંગમાં નંબર 1ના સ્થાન પર છે.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ એક ટીમ ત્રણેય ફોર્મેટમાં એક જ સમયે ટોચના સ્થાને પહોંચી છે. ભારતીય ટીમે આ ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ ઈતિહાસ રચ્યો છે.

ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના રેટિંગ

T20 રેન્કિંગ - ભારત નંબર 1, 267 રેટિંગ

ODI રેન્કિંગ - ભારત નંબર 1, 114 રેટિંગ

ટેસ્ટ રેન્કિંગ - ભારત નંબર 1, 115 રેટિંગ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

ICC દર બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરે છે. નાગપુર ટેસ્ટ સમાપ્ત થયા પછી આ પહેલી વાર બન્યુ જ્યારે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે, જેના કારણે ટીમ ઈન્ડિયાને અહીં બમ્પર ફાયદો છે. હવે ટેસ્ટમાં ભારતના 115 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા નંબર-2 પર પહોંચી ગયું છે અને તેના 111 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 બની હોય. ભારતીય ટીમ પહેલાથી જ T20 અને ODI ફોર્મેટમાં નંબર-1 પર હતી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-2 હતી પરંતુ નાગપુરમાં ઈનિંગ અને 132 રને મળેલી જીત બાદ અહીં પણ ભારત નંબર-1 બની ગયું હતું.